સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ મામલે મોટા સમાચાર, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને આજે મોડી રાત સુધીમાં પરત લવાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે મોડી રાત સુધીમાં 38 ગુજરાતીઓ મુંબઈ આવશે, ત્યાંથી ફ્લાઈટ અથવા બસ મારફતે ગુજરાત લવાશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: સુદાનમાં સશસ્ત્ર દળોના લડતા જૂથો વચ્ચેનો 72 કલાકનો યુદ્ધવિરામ પાળવામાં આવ્યો હતો. જેમાં સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને આજે મોડી રાત સુધીમાં પરત લવાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે મોડી રાત સુધીમાં 38 ગુજરાતીઓ મુંબઈ આવશે, ત્યાંથી ફ્લાઈટ અથવા બસ મારફતે ગુજરાત લવાશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુડાનના ગૃહ યુધ્ધમાં દુનિયાભરના લોકો ફસાયેલા છે. ભારતના નાગરિકોને રેસ્ક્યુ કરવા ઓપરેશન કાવેરી કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતના 38 ગુજરાતીઓને પણ સુડાનથી બચાવી લેવામાં આવ્યા છે. તેઓ આજે મુંબઈ એરપોર્ટ આવશે ત્યારબાદ તેમને ગુજરાત લાવવામાં આવશે. ફ્લાઇટ અને બસ માર્ગે મુંબઈથી તેઓને ગુજરાત પરત લાવવામાં આવશે.
સુદાનમાં ફસાયેલા તમામને પરત લાવવામાં આવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી#Gujarat #Sudan #India #OperationKaveri pic.twitter.com/Kgl2U8kY3S
— Zee 24 Kalak (@Zee24Kalak) April 26, 2023
સુદાનમાં સશસ્ત્ર દળોના લડતા જૂથો વચ્ચેનો 72 કલાકનો યુદ્ધવિરામ પાળવામાં આવ્યો હતો. આ દરમિયાન મંગળવારે અને બુધવારની વહેલી સવારે હિંસાગ્રસ્ત સુદાનમાંથી ભારતીયોની ત્રણ બેચને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે 278 ભારતીયોની પ્રથમ બેચ નૌકાદળના જહાજ INS સુમેધા પર સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચી હતી, ત્યારે અનુક્રમે 121 અને 135 લોકોની બીજી અને ત્રીજી બેચને વાયુ સેનાના IAF C-130J હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં બહાર કાઢવામાં આવી હતી.
બુધવારે સવારે, પોર્ટ સુદાનથી 135 ભારતીયોનો સમાવેશ કરતી ત્રીજી બેચને લઈને IAF વિમાન જેદ્દા પહોંચ્યું હતું. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન જેદ્દાહમાં કેમ્પ કરીને બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે. ભારતે સોમવારે મિશન ‘ઓપરેશન કાવેરી’ લોન્ચ કર્યું હતું. શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓની તૈયારી માટે નિર્દેશો જારી કર્યા હતા. જે બાદ આ બચાવ કાર્યવાહીને વધુ વેગ મળ્યો હતો.
સુદાનમાં કેમ થઇ રહી છે હિંસા
સુદાનમાં છેલ્લા 11 દિવસથી દેશની સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ઘાતક લડાઈ ચાલી રહી છે. જેમાં લગભગ 400 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારતે પહેલાથી જ સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહમાં બે હેવી-લિફ્ટ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હિંસાગ્રસ્ત સુદાનના મુખ્ય બંદર પર એક નૌકા જહાજને તે દેશમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની તેની આકસ્મિક યોજનાના ભાગરૂપે સ્થાન આપ્યું છે. ભારત સરકારે શુક્રવારે કહ્યું કે તે હાલમાં સમગ્ર સુદાનમાં સ્થિત 3,000થી વધુ ભારતીય નાગરિકોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
INS તેગ પહોંચ્યું સુદાન
અલગથી ભારતીય નૌકાદળનું બીજું જહાજ, INS તેગ, ‘ઓપરેશન કાવેરી’ હેઠળ હિંસાગ્રસ્ત સુદાનમાંથી વધુ ભારતીયોને પરત લાવવા પોર્ટ સુદાન પહોંચ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે