ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં નશાનો કારોબાર ચલાવવા લેભાગુઓ કોઈને કોઈ નવો કિમીયો શોધી જ લેતા હોય છે અને એમાં હવે નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે નશીલી સિરપ... હવે મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી કરોડોની કિંમતની સિરપનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં નશિલી સિરપનો કાળો કારોબાર ! 
રાજ્યમાં નસીલી કફ સીરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ કારોબારને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા જુદી જુદી જગ્યા ઉપર રેડ પણ કરવામાં આવે છે તે છતાં આ નશિલી સીરપનું વેચાણ બંધ નથી થતું...તેવામાં હવે મોરબીમાંથી ઝડપાઈ છે કરોડોની નકલી સિરપ...મોરબી તાલુકાનાં રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી. જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધવાવમાં આવેલ છે અને આ ગુનામાં હાલમાં ગોડાઉનના સંચાલક સહિત ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે અને ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર, માલ મોકલાવનાર સહિત ત્રણ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.


હજૂ પણ નથી લેતો અટકવાનું નામ 
હાલમાં પોલીસે જે સિરપ પકડેલ છે તે ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને ગોડાઉનના સંચાલક દ્વારા માલ મોકલાવનારનો સંપર્ક કરીને તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે ડોક્ટરના લખાણ વગર નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ખરીદ કરવામાં આવી હતી અને ટ્રકમાં ચોખાની આડમાં ડ્રાઈવર અને ક્લિનર ટ્રક નંબર ટીએસ ૬ યુબી ૭૭૮૯ માં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો ભરી લાવ્યા હતા અને ગોડાઉનમાંથી Triprolidine Hydrochloride & Codeine Phosphate Cough Syrup PHENSEDYL COUGH SYRUP 100ml લખેલ ૯૦,૦૦૦ બોટલો કબજે કરેલ છે આ ઉપરાંત ચોખાની ૬૫૦ બોરી, એક ટ્રક, ત્રણ મોબાઇલ અને રોકડા રૂપીયા મળીને ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે કરેલ છે અને ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. હાલ રવાપર રોડ રામકો બંગ્લો પાછળ વૃંદાવન સોસાયટી વૃંદાવન પેલેસ બ્લોક નં-૩૦૧ મોરબી મૂળ મોટી મોણપરી જિલ્લો જુનાગઢ, ટ્રક નંબર ટીએસ ૬ યુબી ૭૭૮૯ નો ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. સારોલા જિલ્લો ઉસ્માનાબાદ મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. બોરાભંડ્ડા સાઇડ-૩ તાલુકો ખેરતાબાદ તેલંગણાવાળાને પકડવામાં આવેલ છે અને આ ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ), માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા સહિત ત્રણ આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.


લોકોને સસ્તા નશાના રવાડે ચડાવાનું કારસ્તાન 
મોરબી જીલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, અફીણ, ગાંજો, પાવડર, મેફેડ્રોન ડ્રગ્સ તેમજ નસીલી સિરપનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં રંગપર નજીક ૧૦ મહિનાથી આર ટાઇલ નામનું ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું ત્યાં રેડ કરીને કોડીન નસીલી કફ સીરપની ૯૦,૦૦૦ બોટલો પકડવામાં આવેલ છે જેની લગભગ ૨૪ કલાક સુધી ગણતરી સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આ સિરપ મોરબી, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં વેચાઈ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને જો આ સિરપનું વેચાણ રાજ્યમાં ન થતું હોય તો માત્ર રિપેકિંગ માટે ઝારખંડથી મોરબી સુધી નસીલી સિરપ મોકલાવવા પાછળનું મહત્વનું કારણ શું છે તે હક્કિત બહાર લાવવા માટે આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને સોપવામાં આવેલ છે.


મોરબીમાંથી ઝડપાઈ કરોડોની નશિલી સિરપ
સિરપનો ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ છે અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને ગોડાઉનના સંચાલક સહિત ત્રણ આરોપીને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર સહિતના આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.