માંગરોળ : દેશ અને રાજ્યમાં શિક્ષણને લઇ રાજનીતિ તેજ છે. પહેલા દેશમાં હિજાબનો મુદ્દાએ જોર પકડ્યું હતું. તો હવે રાજ્યમાં ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સમાવેશ મુદ્દાને લઇ રાજ્યમાં રાજનીતિ તેજ થઈ છે. ત્યારે આજ મુદ્દાને લઇ અમે આપને એવી શાળા બતાવા જઇ રહ્યા છે. જ્યાં શાળામાં બાળકોને પહેલા ધોરણથી જ ધાર્મિક પુસ્તકોના પાઠ ભણાવવા આવે છે. એક મુસ્લિમ શિક્ષક જે બાળકોને આપે છે ગીતા પાઠ. હાલ દેશ અને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે શાળાઓ, કોલેજમાં ધાર્મિકતાને લઈ અનેક વિવાદ ચાલી રહ્યા છે. પહેલા દેશમાં હિજાબ મુદ્દે ઠેર ઠેર વિરોધ થયા. જેમાં ખુદ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હાલ રાજ્યમાં સરકાર ધોરણ ૬ થી ૮ વિદ્યાર્થીઓને ભગવદ્દ ગીતા પાઠ અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવે અને બાળકોને ભણાવવા તે માટે નીર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે અમે તમને એવી શાળા બતાવા જઈ રહ્યા છે. જે શાળામાં વર્ષોથી ધાર્મિક જ્ઞાન સંસ્કાર આપવામાં આવે છે. તો ચાલે જોઈએ માંગરોલ તાલુકાના ઝાખરડાં ગામે આવેલ પ્રાથમિક શાળાની જ્યાં કેવી રીતે શિક્ષણની સાથે સાથે ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 36 સાજા થયા, 2 નાગરિકોના મોત


આ પ્રાથમિક શાળામાં 71 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કહેવાય છે કે, શિક્ષકને કોઈ ધર્મ હોતો નથી. તેના માટે દરેક ધર્મ બાળકો સરખા હોઈ છે. શાળાના મુખ્ય શિક્ષક મોહમ્મદ શહીદ શાહ ખુદ મુશલીમ હોવા છતાં બાળકોને ભગવદ્દ ગીતાના પાઠ ભણાવે છે. શાળામાં દરેક જ્ઞાતિના બાળકો અભ્યાસ અર્થે આવે છે. જે ધર્મના  બાળકો હોઈ તેમને તેજ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે. ખાસ હિન્દૂ બાળકોને ભગવદ ગીતા અને મુસ્લિમ બાળકોને કુરાનનું શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને આ ધાર્મિક શિક્ષણ આપવામાં પાછળ શિક્ષકનું માનવું છે કે, શાળામાંથી શિક્ષણ તો મળી રહેશે પરંતુ શિક્ષણની સાથે સાથે ધર્મનું જ્ઞાન બાળકોને આપવામાં આવે તો તેમનામાં ધાર્મિક જાગૃતતા અને સંસ્કારનું સિંચન થાય તેવો અભિગમ કેળવી બાળકોને છેલ્લા ૧૨ વર્ષથી ધાર્મિક સંસ્કાર આપી રહ્યા છે.


સુરતમાં પાકિસ્તાન કરતા પણ ખરાબ સ્થિતિ, દારૂના ખેપીયાઓ વચ્ચે લોહીયાળ જંગ, મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો


શાળામાં ભગવદ્દ ગીતાના પાઠથી બાળકો સારા સંસ્કારો જોવા મળી રહ્યા છે. બાળકો દરરોજ ઘરે થી શાળા આવે તે પહેલાં પોતાના માતા પિતા ને પગે પરે છે. સૌ વિદ્યાર્થીઓ મિત્રો ત્યાં થી આગળ વધી ગામના મંદિર અને મસ્જિદે પ્રાથના કરી શાળાએ પહોંચે છે. તેમજ બાળકો રોજ એક રૂપિયો બચાવે છે. અને બિસ્કીટના પાકિટ લાવી સરકારી દવાખાનામાં જાય છે. દર્દીઓને આપે છે, તેમજ ગામમાંથી કદાચ કોઈ જગ્યાએથી કોઈના ખોવાઇ ગયેલા પૈસા મળે તો શાળાના શિક્ષક પાસે જમા કરાવી આપે છે. તેમજ ના માત્ર માણસો પ્રત્યે તો તેમની મદદ ની લાગણી તો જોવા મળે છે. પરંતુ નાના નાના જીવ જંતૃ ઓને ખોરાક આપે છે. સૌ બાળકોએ જિંદગી માં ક્યારેય જુગારના પત્તા નહિ જોવાનો સંકલ્પ પણ કર્યો છે. 


વડોદરાના આ પરિવારને જુડવા બાળકો આપીને ભગવાને બમણી ખુશી આપી પણ પછી ખર્ચ પણ બમણો કરી દીધો


મહત્વનું છે કે, આ શાળાનું શીક્ષણ પણ રાજ્યભર ચર્ચાસ્પદ છે. સવાલ જરૂર થશે કેમ? તો અમે આપને જણાવી દઈએ કે આ શાળા ના બાળકો ને 7 અલગ અગલ ભાષા સરસલાટ બોલે છે. જેમાં હિન્દી, ઇંગ્લિશ, અરબી, ફ્રેન્ચ, સંસ્કૃત, ચાઈનીઝ, રોમન, જેવી ભાષાનો પણ સમાવેશ થાય છે. તેમજ આ બાળકો વેદિક ગણિતના પણ જાણકાર છે. તેઓ કરોડોના હિસાબી દાખલા આંગળીને ટેરવે ગણી નાખે છે. જોકે આ વાત તો રહી શિક્ષણની પણ ક્યાં સંસ્કારની વાત ત્યાં પણ આ બાળકો પાછળ પડે તેમ નથી. શાળાએ આવતા જતા બાળકો રસ્તે ચાલતા વડીલોના હાલ ચાલ પૂછે છે. તેમજ નિયમિત રીતે બાળકો મંદિર કે મસ્જીદ જવાનું ભૂલતા નથી. તેમજ શાળાએથી છૂટ્યા બાદ પ્રથમ ઘરે જઇ પોતાના માં બાપના હાલ ચાલ પૂછી તેમને પાણી પીવડાવ્યું બાદ જ પાણી પીવે છે. આમ બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન આ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા અપાઈ રહ્યું છે. 


નરેશ પટેલનું રાજનીતિક બાળ મરણ? આપમાં જોડાય તેવી શક્યતાઓ નહીવત્ત


મહત્વનું છે કે સરકાર દ્વારા હાલમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ 6 થી 8 માં શાળાઓમાં ભગવદ્દ ગીતાઓના પાથ ભણાવામાં આવશે. પણ સુરત જિલ્લાની આ એવી શાળા છે. જે જ્યાં છેલ્લા 12 વર્ષથી મુસ્લિમ સમાજમાંથી આવતા શિક્ષક વર્ષોથી ધાર્મિક સંસ્કાર બાળકોને આપી રહ્યા છે. જોકે સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય શિક્ષક દ્વારા સરકારની આ અભિગમને આવકારી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube