ઝી બ્યુરો/મહીસાગર: મહીસાગરમાં ફરી લંપટ આસારામના ફોટા સાથે રેલી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં બેંડબાજા પણ હતા અને કાર પર આસારામની તસવીર પણ મુકેલી હતી. જેની સામે આસારામના સમર્થકો નાચતા-ગાતા જઈ રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ રેલીમાં પોલીસ પણ પ્રોટેક્શન આપતી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈતર વસાવાને ઝટકો: 35 વર્ષથી ભાજપ સત્તામાં પણ હવે કોંગ્રેસ ભરાશે, કોને આપશે ટીકિટ


દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલીનું આયોજન યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ થયું હતું. જેમાં બેંડબાજા સાથે  વાહનો પર આસારામની  તસવીરો મુકીને તેમના સમર્થકો નાચતા ગાતા રેલીમાં હોંશે-હોશે જોડાયા હતા. આ રીતે રેલી યોજાતા આ ઘટના પર અનેક સવાલ ઉપસ્થિતિ થઇ રહ્યાં છે. આખરે એક ગુનેગારની આ રીતે રેલી યોજાવા માટે કોણ મંજૂરી આપી?  સમર્થકોનો આ રીતે રેલી યોજવા પાછળનો શું ઉદેશ છે.


વડોદરામાં સ્વામીનારાયણ મંદિરને તાળાબંધી કરવાના વિવાદમાં એકનું મોત, CCTV   


લૂણાવાડામાં દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં વાજતે ગાજતે સરઘસ નીકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લંપટના ફોટા સાથે રેલીને કોણે આપી મંજૂરી? મહીસાગરમાં કોણ છે દુષ્કર્મના આરોપીના ભક્તો? ક્યારે આરતી થાય તો ક્યારેક ફોટા સાથે રેલી કેમ? લંપટ આસારામના પ્રચારમાં હજુ કોને રસ છે? લોકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી ક્યારે?


ફરી વિકાસનો વાયદો! ગુજરાતની બધી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મળશે આ આધુનિક સુવિદ્યા