વડોદરામાં સ્વામીનારાયણ મંદિરને તાળાબંધી કરવાના વિવાદમાં એકનું મોત, CCTV

Vadodara News : વડોદરાના છાણી સ્વામિનારાયણ મંદિરમાં તાળાં બદલવામાં બબાલ થતાં એક વ્યક્તિનું મોત... મંદિરમાં ગેરકાયદે કબજો કરી બેઠેલા લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ....

વડોદરામાં સ્વામીનારાયણ મંદિરને તાળાબંધી કરવાના વિવાદમાં એકનું મોત, CCTV

Swaminarayan Temple : વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તાળા બદલવા મામલે બબાલ થઈ હતી. આ બબાલમાં મંદિરના પૂજારી દિનેશ પરસોત્તમ પરમારનું મૃત્યુ થયું છે. મંદિરના સબ કમિટીના સભ્ય અને ગામ લોકો વચ્ચે થયેલી બબાલમાં પૂજારીના મૃત્યુથી હડકંપ મચી ગયો છે. મંદિર બહારના દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર, રમેશ પરમાર સહિત 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. બબાલ કરનારા લોકોએ મંદિરમાં ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું. આ સમગ્ર મામલે એ ડિવિઝન ACP ડીજે ચાવડાએ સ્થળ પર જઈને તપાસ કરી છે. પૂજારીના મોત અંગે હાલ તપાસ શરૂ હોવાનું જણાવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી થશે. 

 આ સમગ્ર મામલો શું છે જો તેની વાત કરીએ તો, આ વડતાલ સંસ્થાની જગ્યા છે અને મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા જ કરી રહી છે. જો કે, દિનેશ મિસ્ત્રી નામના હરીભક્ત મંદિરમાં આવીને પૂજા કરતા હતા અને મંદિરમાં દખલગીરી કરતા હતા. તેમને પૂજા કરવાનો અધિકાર ન આપ્યો હોવા છતાં તેઓ પૂજા કરતાં હતા. જો કે, મંદિરમાં પૂજા કરવાનો અધિકાર માત્ર મૃતક પૂજારી દિનેશ પરમારને જ હતો. દિનેશ મિસ્ત્રી અને તેમના સમર્થકો પોતાના બાપ દાદાની મિલકત હોવાનું કહી મંદિરના વહીવટમાં દખલગીરી કરતાં હતું. દિનેશ મિસ્ત્રી અને તેમના પરિવારના સભ્યો તાળા બદલવાની પ્રક્રિયા સમયે મંદિરમાં જ ઉપસ્થિત હતા. તે જ સમયે બબાલ ઉગ્ર બની અને પૂજારીનું મૃત્યુ થયું. એક વર્ષ પહેલાં પણ મંદિરના જમીન વિવાદ મામલે બબાલ થઈ હતી અને ત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

વડોદરાના છાણીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે બબાલ થઈ હતી. મંદિરમાં તાળા બદલવા મામલે આખી બબાલ થઈ હતી. મંદિરના કોઠારી સ્વામી અને મંદિરના જૂના વહીવટ કર્તાઓ વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો. વડતાલ સંસ્થા મંદિરનું સંચાલન કરે છે. ત્યારે આ બબાલ વચ્ચે દિનેશ પરમાર નામના વ્યક્તિનું મોત નિપજતાં હડકંપ મચી ગયો છે. આ બાદ સ્વામિનારાયણ મંદિરે પોલીસે પહોંચી હતી. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ મંદિરના વિવાદનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં કોર્ટે મંદિરના કોઠારી સ્વામીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોઠારી બાલ સ્વામી મંદિરમાં તાળા બદલવા જતાં બબાલ થઈ હતી. મંદિરના સબ કમિટીના સભ્ય અને ગામના અન્ય લોકો વચ્ચે  બબાલ થઈ હતી. દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર, રમેશ પરમાર અને અન્ય 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો. જેમાં દિનેશ પરસોત્તમ પરમાર નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તાળા બદલવા જતાં થયેલી બબાલમાં એકનું મોત નિપજ્યું છે.  

છાણી સ્વામિનારાયણ મંદિર પહોંચેલા એ ડિવિઝનના ACP ડી જે ચાવડાએ જણાવ્યું કે, જે સ્થળે સવારે ઘર્ષણ થયું હતું તે સ્થળની અમે મુલાકાત લીધી છે. જમીન બાબતનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલે છે. હાલ મોત અંગે આગળની કાર્યવાહી ચાલુ છે, ssg હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ શુ આવે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવશે. વિવાદ ઘણા વર્ષોનો છે, રેવન્યુ વિભાગ પાસેથી પણ વિગતો મેળવવામાં આવશે. Cctv ફૂટેજની ચકાસણી પણ કરાવવામાં આવી રહી છે. અગાઉ છાણી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મુદ્દે મંદિરની પ્રોપર્ટીનો દાવો કરનાર દિનેશ મિસ્ત્રીનું નિવેદન આવ્યું છે. તેઓએ દિનેશ વણકરના મોત અંગે હાથ ઊંચા કરી દીધા. સાથે જ જણાવ્યું કે, મેં પોલીસ ને 100 નંબર પર કોલ કર્યો હતો. અમારી હાજરી માં કોઈ બબાલ થઈ નથી, cctv જોઈ લે. એ લોકો એ તાળા માર્યા એટલે અમે ઓર્ડરની કોપી માંગી. અમારા ગયા પછી દિનેશ ભાઈ વણકર સાથે શું ઘટના બની એ અમને ખબર નથી. નાયબ કલેક્ટર દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે તે પડકારવા અંગે અમને 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમે આગળની કાર્યવાહી કરીશું.

સુણદા ગામમાં કોઇના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, એકસાથે 6 લોકોની અર્થી ઉઠી, ડ્રાઈવરની એક ભૂલ કેટલાયના જીવ લઈ ગઈ
 
તો છાણી સ્વામિનારાયણ મંદિરમાં વિવાદના મામલે સામાં પક્ષના જયંત ચૌહાણે જણાવ્યું કે, મંદિરને તાળું મારવા પહોચ્યા હોવાની જાણ થતાં અમે મંદિર પહોંચ્યા હતા. તાળું મારી દીધું હતું એટેલે તાળું કેમ માર્યું તે અમે પૂછ્યું હતું. તાળું કયા ઓર્ડરના આધારે માર્યું તેના પુરાવા માંગ્યા હતા તેમણે ન આપ્યા. અમે 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. પછી અમે પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. દિનેશ પરમાર કેવી રીતે પડી ગયા તે અમને ખબર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news