રવિ અગ્રવાલ/વડોદરા : શહેરમાં ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીનનું અકસ્માતમાં મોત થવા મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હરીશ અમીનનું અકસ્માતમાં મોત નહિ પરંતુ હત્યા કરી મૃતદેહ કારમાં મૂકી સળગાવી દેવાનો ખુલાસો થતાં હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરાના ભીમપુરા સિંધરોટ રોડ પર 18 મેના રોજ મળસ્કે ઈકો કારમાં ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીનની ઇકો કારનો અકસ્માત થયો હતો. જેમાં કાર સળગી જતાં હરીશ અમીન ભડથું થતાં મોત થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિન્નરોનો પ્રેમ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો, ઉચ્ચ અધિકારીને પણ વળી ગયો પરસેવો


જેમાં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માતે મોતનો ગુનો નોંધી મામલો શંકાસ્પદ લાગતાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. દોઢ મહિનાની તપાસ દરમિયાન એસ.ઓ.જી પોલીસને બાતમી મળી કે હરીશ અમીનની હત્યા તેમના ત્યાં કામ કરતા બે ભાઈઓએ જ કરી છે. પ્રવીણ માલીવાડ અને ભરત માલીવાડ નામના બે ભાઈઓ હરીશ અમીનના લાખો રૂપિયાના લેવડ દેવડના હિસાબો રાખતા સાથે જ રૂપિયાનો વહીવટ પણ કરતાં હતાં. બંને ભાઈઓએ હરીશ અમીન પાસેથી 91 લાખના રૂપિયા ઓછીના લીધા હતા. જે રૂપિયાની હરીશ અમીને કડક ઉઘરાણી કરતાં પ્રવીણ, ભરત, પ્રવીણની પત્ની લક્ષ્મી, સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરએ હરીશ અમીનની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. 


GUJARAT CORONA UPDATE: નવા 636 કેસ, 622 સાજા થયા, એક પણ મોત નહી


જેમાં હત્યાનો પ્લાન સફળ થાય તો સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરને 15-15 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. જેથી ભરત તમામ લોકોને ઇકો કારમાં બેસાડી હરીશ અમીનના અમીન ઓર્ચીડ ફાર્મ પર પહોંચ્યા હતા. જ્યાં ફાર્મનો દરવાજો બંધ હોવાથી સોમા દીવાલ કૂદીને ફાર્મમાં પ્રવેશે છે, બાદમાં દરવાજો ખોલી તમામ સાગરીતોને અંદર બોલાવે છે...બાદમાં હરીશ અમીન જે રૂમમાં સૂતાં હતાં તેનો દરવાજો ખુલ્લો હોવાથી લક્ષ્મી સહિત તમામ આરોપીઓ રૂમમાં અંદર પ્રવેશ કરે છે. બાદમાં હરીશ અમીનનું અપહરણ કરી તેને ભીમપુરા સિંધરોટ રોડ ઉપર ઇકો કારમાં બેસાડી લઈ જાય છે. જ્યાં હરીશ અમીનને ગાડીમાંથી નીચે ઉતારી નજીકના કોતરમાં લઈ જઈ પથ્થર અને લાકડી વડે માર મારી હત્યા કરે છે, બાદમાં પરત હરીશ અમીનને ઇકો કારમાં લાવી પાછળની સીટ ઉપર બેસાડી આરોપી ભરત ગાડી ચલાવી લોખંડના મજબૂત ભૂંગળા સાથે અથડાવી કારને ઊભી રાખી દે છે. બાદમાં આરોપી પ્રવીણ બીજી ગાડીમાંથી પેટ્રોલ ભરેલો કારબો લાવી ગાડીની અંદર અને ઉપર છાંટી દઈ ગાડીને આગ લગાડી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.


સ્માર્ટ સિટીના નામે દંભ ભરતું કોર્પોરેશન ફરી એકવાર ઉઘાડુ પડ્યું, 3 ઇંચ વરસાદમાં અમદાવાદ હાંફી ગયું


પોલીસે ઉદ્યોગપતિ હરીશ અમીનની હત્યાના કેસમાં આરોપી પ્રવીણ માલીવાડ, ભરત માલીવાડ, પ્રવીણની પત્ની લક્ષ્મી, સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરની ધરપકડ કરી છે. પ્રવીણ અને ભરતે હરીશ અમીનને રૂપિયા પરત આપવા ન પડે તે માટે હરીશ અમીનની હત્યા કરી હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે. મહત્વની વાત છે કે આરોપીઓએ હરીશ અમીનના હત્યાનો પ્લાન એટલો સિફતપૂર્વક તૈયાર કર્યો કે આગમાં ભડથું થઈ જવાથી હરીશ અમીનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઇજાના કોઈ નિશાન નહિ મળ્યા. જેથી પ્રાથમિક તબ્બકે અકસ્માતમાં જ મોત થયું હોવાનું કોઈને પણ લાગે. મહત્વની વાત છે કે, આરોપીઓ હરીશ અમીનની હત્યા કર્યા બાદ ક્યાં રોકાયા હતા, કોનો સહારો લીધો હતો તે હવે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ આરોપીઓની સાથે અન્ય કોઈ શખ્શની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સાથે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube