સ્માર્ટ સિટીના નામે દંભ ભરતું કોર્પોરેશન ફરી એકવાર ઉઘાડુ પડ્યું, 3 ઇંચ વરસાદમાં અમદાવાદ હાંફી ગયું

શહેરમાં આજે બપોરથી ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમરોડ, નારણપુરા વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઓઢવ, વિરાટનગર, રામોલ સહિતનાં વિસ્તારોમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બે કલાક સુધી શાહીબાગ અને ઉસ્માનપુરા સહિત અમદાવાદનાં તમામ અંડરબ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે પાણી ઉતરતાની સાથે જ ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરબ્રિજ ખોલી દેવાયા હતા. 
સ્માર્ટ સિટીના નામે દંભ ભરતું કોર્પોરેશન ફરી એકવાર ઉઘાડુ પડ્યું, 3 ઇંચ વરસાદમાં અમદાવાદ હાંફી ગયું

અમદાવાદ : શહેરમાં આજે બપોરથી ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમરોડ, નારણપુરા વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઓઢવ, વિરાટનગર, રામોલ સહિતનાં વિસ્તારોમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બે કલાક સુધી શાહીબાગ અને ઉસ્માનપુરા સહિત અમદાવાદનાં તમામ અંડરબ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે પાણી ઉતરતાની સાથે જ ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરબ્રિજ ખોલી દેવાયા હતા. 

ઉતર ઝોનમાં મેમકો, નરોડા, કોતરપુર, સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં થલતેજ, ગોતા, સાયન્સસિટી વિસ્તારમાં દોઢ ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર, વટવા સહિતનાં વિસ્તારોમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈસનપુર, CTM ,જશોદાનગર,મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ,રખિયાલ, નિકોલ, રામોલ, વટવા સહિતના વિસ્તારોમા એકથી ડોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આશ્રમ રોડ,ઉસ્માનપુરા, વાડજ,રખિયાલ, ઇન્કમટેક્ષ, ગોમતીપુરમાં એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઓઢવ, વિરાટનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે મેમકો,કૃષ્ણનગર,અમદુપુરા, સરસપુર, મણિનગર, સૈજપુર,જમાલપુર,ગાયકવાડ હવેલી વિસ્તારમાં એકથી ડોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં એક ઇંચ વરસાદમાં જળબંબાકાર સર્જાતો હોય છે, કોર્પોરેશન ખાલી મોટી મોટી વાત કરતું દર વખતે ઝડપાય છે તેવામાં 2થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા નાગરિકો ભારે હાલાકીમાં મુકાયા હતા. દ્વિચક્રી વાહનોથી માંડીને મોટા મોટા ટ્રક સહિતનાં વાસનો ફસાયા હતા. ક્યાંય પાણીના કારણે બંધ પડ્યા હતા. ક્યાંય પાણીના કારણે ટ્રાફીક જામ તો ક્યાંક ભુવા અને ઝાડ પડવાના કારણે ટ્રાફ જામની સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે સતત ધબકતા રહેતા અમદાવાદની ગતિ એક દિવસ માટે જાણે થંભી ગઇ હોય તેવું લાગ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news