ગાંધીનગર: શિક્ષકો એ આવતીકાલના સશક્ત યુવા અને સશક્ત સમાજનું ઘડતર કરે છે. તેથી જ શિક્ષકોના કાર્યની કદર કરવા અને તેઓના સન્માનમાં 5 સપ્ટેમ્બરનો દિવસ આપણે ‘શિક્ષક દિન’ તરીકે ઊજવીએ છીએ. ગુજરાતમાં આજે શિક્ષણનું સ્તર સુધર્યું છે, અને રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ વધ્યો છે, જેમાં ગુજરાતના શિક્ષકોનું યોગદાન રહેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગુજરાત સુનિશ્ચિત કરી રહ્યું છે કે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ સુધી અત્યાધુનિક શાળાકીય સુવિધાઓ પહોંચે. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું તેમનું આ વિઝન માત્ર શહેરો અને ગામડાઓ પૂરતું જ મર્યાદિત નથી પરંતુ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓ પણ આજે સ્માર્ટ સ્કૂલો બની રહી છે.


વલસાડ જિલ્લામાં સ્થિત કકવાડી પ્રાથમિક શાળા (KPS) સ્માર્ટ સ્કૂલિંગનું આવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કકવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોના સમર્થન અને માર્ગદર્શને શાળાની સફળતામાં, યુવા વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપવામાં અને તેમની પ્રતિભાઓનું સંવર્ધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના અથાક પ્રયાસોના કારણે કકવાડી પ્રાથમિક શાળા ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની દીવાદાંડી બની છે, જે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને ઉજાળે છે. 


આ પણ વાંચોઃ સરકારની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત: પડઘા દેશમાં પડવાનો ડર, સનાતન સાધુઓનો વિજય થશે


આદિજાતિ વિસ્તારમાં દરિયાકાંઠાથી એક કિલોમીટરના અંતરમાં આવેલી આ શાળા ઘણા પડકારો વચ્ચે કાર્યરત હતી. અહીં ખારાશનું પ્રમાણ વધારે હતું અને શાળા પરિસરની આસપાસ ગ્રીન બેલ્ટનો અભાવ વર્તાતો હતો. જો કે વિદ્યાર્થીઓની ક્ષમતાને વિકસિત કરવા તેમજ પર્યાવરણનું શિક્ષણ આપવા માટે, આ શાળાએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


શાળાના વિદ્યાર્થીઓને પવન, પાણી, ઊર્જા, કચરો, મકાન અને જમીન, એમ છ થીમના આધારે અલગ અલગ જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતાં. તેમને સોંપાયેલી થીમને લગતા પડકારોનો સામનો કરવા માટે તેમને જુદા જુદા પ્રોજેક્ટ સોંપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોના સહયોગથી તેમને સોંપાયેલા પ્રોજેક્ટ પર ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું અને પરિણામે, શાળા એક ગ્રીન ઇકોસિસ્ટમ બનાવવામાં સક્ષમ બની. આ શાળાએ કચરાનું વ્યવસ્થાપન,  પાણીનો સંગ્રહ અને પીવાના પાણીની સગવડો, સજીવ ખેતી તેમજ અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરીને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છું. 


આ શાળા સ્માર્ટ સ્કૂલિંગ સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે અને અહીં વિદ્યાર્થીઓને ધોરણ 1 થી જ, કૉમ્પ્યુટર શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતાની અત્યાધુનિક તાલીમ આપવામાં આવે છે. આ શાળા ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં સ્માર્ટ બોર્ડ્સની મદદથી વિદ્યાર્થીઓનો સમગ્ર અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ અને મૂલ્યાંકન માટે તેમના શિક્ષકની દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે સિસ્ટમનું સંચાલન કરી શકે છે.


આ પણ વાંચોઃ આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ કર્યું ફાયરિંગ


સમગ્ર કેમ્પસમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને માટે સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવે છે. દરેક વર્ગખંડમાં અલગથી સ્પીકર રાખવામાં આવ્યા છે, જેથી વર્ગખંડની જરૂરિયાતો અનુસાર તેમને ચોક્કસ સૂચનાઓ આપી શકાય.


વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ શાળા ખાસ ધ્યાન આપે છે. શાળા કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. વિવિધ સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ તેઓ સામેલ થાય છે. વર્ષ 2022માં તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લઇને વિવિધ સ્પર્ધાઓમાં જીત મેળવી છે. 


સમગ્ર શાળા પરિસર ‘નો પ્લાસ્ટિક ઝોન’ છે, જ્યાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તેના લીધે શાળાની આસપાસના સમગ્ર વિસ્તારમાં કચરાના વ્યવસ્થાપન અને પૃથક્કરણની કામગીરીમાં સુધારો થયો છે. શાળામાં ફોક્સટેલ પામ, ફાયકસ અને ટેકોમા છોડ જેવી વૈવિધ્યસભર વનસ્પતિ હોવાથી, તે પર્યાવરણને સમૃદ્ધ બનાવે છે.


રાજ્ય સરકારના સતત પ્રયાસો અને સમર્થનને લીધે, કાકવાડી પ્રાથમિક શાળાને વિવિધ બહુમાન પ્રાપ્ત થયા છે. વર્ષ 2020-21માં, દેશભરની 380 શાળાઓને હરાવીને આ શાળાએ IGBC ગ્રીન સ્કૂલ બિલ્ડીંગ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં ‘ગ્રીન સ્કૂલિંગ’ કોન્સેપ્ટ અંતર્ગત શ્રેષ્ઠ શાળા તરીકે કકવાડી પ્રાથમિક શાળા આગળ આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ શાળાની કામગીરીને નોંધપાત્ર ગણાવીને બિરદાવી હતી.  ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની કાયાપલટ કરવામાં, આવી શાળાઓ એક વિશેષ ભૂમિકા ભજવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube