ઉદય રંજન/અમદાવાદ: શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનામાં જિલ્લા પોલીસના ચેસર નામના ડોગે માતાની શોધ કરી દીધી. બોપલ પોલીસે પ્રેમી પિતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્યમાં શીલજ નજીક અવાવરું જગ્યા એ નવજાત બાળકને ત્યજી દેવાના બનાવ સામે આવ્યો હતો. જે કેસમાં પોલીસ ના ચેસર ડોગે ભેદ ઉકેલી કાઢયો છે. ગ્રામ્ય પોલીસના ચેસર નામના ડોગ એ બાળકની ત્યજી દેનાર યુવતીની સ્મેલને ટ્રેક કરીને તેને શોધી કાઢી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા મોજા ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા


સમગ્ર ઘટનાની વાત કરીએ તો શીલજ ગામમાં અવાવરું જગ્યાએ નવજાત બાળકના રડવાનો અવાજ આવતો હતો. ત્યારે જ શ્વેતા પરમાર નામના મહિલા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેના ધ્યાને આવતા ત્યારે શ્વેતા પરમાર નામની મહિલાએ બાળકને રડતા જોયો અને તેની હાલત ગંભીર હોવાથી શ્વેતાબેનએ બાળકનો જીવ બચાવવા પોતાના દુપટ્ટામાં બાળકને લઈને પતિ સાથે શીલજની અર્બન હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલમા એડમિટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. નવજાત બાળકને જન્મ આપનાર માતાએ રડતો મરવા છોડ્યો તો બીજી મહિલાએ માતા બનીને બાળકનો જીવ બચાવ્યો છે. ગ્રામ્ય પોલીસે બાળકનો જીવ બચાવનાર મહિલાનું સન્માન પણ કર્યું છે. 


હવે અમદાવાદનો છે વારો! શહેરના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ


શીલજમાં બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ચેસર નામના ડોગએ ઉકેલી કાઢ્યો. આ બાળક જે અવાવરું સ્થળે મળ્યો હતો ત્યારે પોલીસની ડોગ સ્કોડની ટીમ પહોંચી હતી.. ઘટના સ્થળે બાળક નજીક એક દુપટ્ટો મળી આવ્યો હતો. આ દુપટ્ટાની સ્મેલના આધારે શીલજ ગામમાં ચેસર ડોગએ ટ્રેક શરૂ કર્યું. આ સ્મેલના આધારે તે જુદા જુદા સ્થળેથી 500 મીટરની અંદર એક બંધ મકાનમાં માર્ક કર્યું હતું. જ્યાં બાળકને જન્મ આપનાર અને ત્યજી દેનાર માતા મળી આવી. આ પ્રકારે ચેસર ડોગએ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે તપાસ કરતા બાળકની માતા રાજસ્થાનની છે અને અપરિણીત છે અને પ્રેમ પ્રકરણમાં પ્રેમી તરફથી ગર્ભવતી થઈ હોવાથી બાળક જન્મ આપીને 3 કલાકમાં જ ત્યજી દીધું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગ્રામ્ય પોલીસે બાળક અને માતા તેમજ પિતાના DNA ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.


દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!


બાળકની માતા સગીરવયની હોવાની શકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ બોપલ પોલીસે બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જ્યારે આ યુવતીને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બાળકનો પિતા કોણ છે.


ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી