મુસ્તાક દલ/જામનગર: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે જામનગરની લાખો રૂપિયાની ફાઉન્ટેન પેન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરો માત્ર કોરોનાનો જ નથી,આ રોગ પણ બન્યા જીવલેણ! ગુજરાતના મહાનગરો કેમ બન્યા હોટસ્પોટ


જામનગરમાંથી કનખરા પરિવાર તરફથી મેગ્નકાર્ટા બ્રાન્ડની રૂપિયા 1 લાખ 90 હજારની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલવામાં આવશે. અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની સોના ચાંદીની જડિત ફાઉન્ટેન પેન મોકલવામાં આવશે, 


'પરેશાન થઈ લાઈનો ના લગાવો...', જાણો ગુજરાતમાં ક્યાં સુધી લંબાશે ટ્રક ચાલકોની હડતાળ?


જામનગરના કનખરા પરિવારની મેગ્નકાર્ટા બ્રાન્ડની આ ફાઉન્ટેન પેનની કિંમત 1 લાખ 90 હજાર છે. પ્રધાનમંત્રી મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામભદ્રાચાર્યજીને આ ફાઉન્ટેન અર્પણ કરવામાં આવશે. આ પેનમાં રામાયણના પાત્રો અને ભગવાન શ્રીરામના મંદિર સહિતનું ખૂબ ઝીણવટ ભર્યું કોતરણી કામ કરવામાં આવ્યું છે જે ખૂબ જ આકર્ષક છે.


વર્ગખંડ છે જ નહીં, કેવી રીતે ભણશે ગુજરાત? બાળકોને ઝુંપડા નીચે અપાઈ રહ્યું છે શિક્ષણ