'પરેશાન થઈ લાઈનો ના લગાવો, અછત નહીં સર્જાય', ગુજરાતમાં ક્યાં સુધી લંબાશે ટ્રક ચાલકોની હડતાળ?
ટ્રક ચાલકોની હડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે.
- થંભી ગયા ટ્રકના પૈડાં..
- ઠેર ઠેર વિરોધ અને ચક્કાજામ..
- દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ માટે પડતી હાલાકી..
Trending Photos
Hit and Run Law: સમગ્ર દેશમાં ટ્રક ડ્રાઈવર્સની હડતાળ દિવસેને દિવસે આક્રમક બની રહી છે. ગુજરાતમાં ટ્રક ડ્રાઈવરોએ કેન્દ્ર સરકારના નવા કાયદાના વિરોધમાં રસ્તાઓ પર ચક્કાજામ કર્યું, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યું.. ટ્રક ડ્રાઈવર્સની હડતાળના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય પર પણ અસર પડી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છેકે, આ હડતાળ ક્યાં સુધી ચાલશે.?
ગુજરાતમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળથી પેટ્રોલ-ડિઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશનને ગ્રાહકોને ધ્યાને રાખી જાહેરાત કરી દીધી છે. હા...ટ્રક ડ્રાઈવરોની હડતાળના પગલે ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાસની અછત નહીં વર્તાય. લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, અછત નહીં સર્જાય એવી ખાતરી આપીએ છીએ.
ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા નિયમ મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. કેન્દ્ર સરકારના આ નવા કાયદાને લઈને ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે.
ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર પણ થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. હડતાળના કારણે શાકભાજીનો નિકાસ થઈ રહ્યો નથી.
ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલની સપ્લાય પર પણ દેખાઈ છે. પંચમહાલના ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંર પર પેટ્રોલનો જથ્થો ખૂટી ગયો. ટ્રક ડ્રાઈવરોની હડતાલથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પંપ પર ન પહોંચ્યાનું સામે આવ્યું. પંચમહાલ જિલ્લામાં કુલ 170 જેટલા પેટ્રોલ પંપ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે