પોરબંદર : ગુજરાત રાજ્ય સીફુડ બાબતે તમિલનાડુ બાદ બીજા નંબરનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે. સી ફુડ એક્સપોર્ટ બાબતે પણ ગુજરાત આગેવાન રહ્યું છે ત્યારે વિદેશમાં એક્સપોર્ટ થતી પ્રોડક્ટની ક્વોલિટી એક મોટો પડકાર બની જાય છે. વિદેશમાં નિકાસ થતા સી ફુડની ગુણવત્તા જળવાઇ રહે તે હેતુસર તેની ચકાસણી માટે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલમેન્ટ ઓથોરિટી (MPEDO) દ્વારા ક્વોલિટી કંટ્રોલ લેબની સ્થાપના કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેથી આંતરરાષ્ટ્રીય નિયમાનુસાર પ્રોડક્ટની ચકાસણી કરી શકાશે. આ લેબોરેટરી આઇપીસી, એમએસ, એમએસએમએસ અને એલસી જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. જેથી સીફુટ સેમ્પલમાં એન્ટિબાયોટિક અવશેષો ઉપરાંત કેમેડિયમ, લીડ, મર્ક્યુરી અને આર્સેનિક અને ધાતુનુ વિશ્લેષણ કરી શકાય તેમજ ટુના અને મેકરેલ જેવી માછલીઓમાં હિસ્ટેમાઇનનું વિશ્લેષણ થઇ શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.

સચોટ પરિણામો માટે તમામ સપોર્ટ સિસ્ટમ ધરાવતા આ સેટઅપને નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરિઝ અને એક્સપોર્ટ ઇન્સપેક્શન કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત કરવાનાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધાટન સમારંભમાં શ્રીનિવાસન ઉપરાંત એમપીઇડીએનાં ડાયરેક્ટર ડૉ. એમ.કાર્તિકેય, એમપીઇડીએના માર્કેટિંગ ડાયરેક્ટર ટી. દોલાસંકર આઇઓએફએસ, સીફુડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જગદીશ ફોફન્ડી, ગુજરાતના પ્રદેશના વડા પિયુષ ફોફન્ડી અને એમપીઇડીએ ઓથોરિટીના સભ્ય કરશનભાઇ સલેટ અને એમપીઇડીએનાં સલાહકાર શ્રીકુમાર પણ હાજર રહ્યા હતા. 

ગુજરાતમાં એન્ટિબાયોટિકઅવશેષોનું પ્રમાણ ઓછું હોયછે. તેમ છતા મુખ્યત્વે કેડમિયન જેવી હેવી મેટલની હાજરીના કારણે વિદેશમાં મોટા પ્રમાણમાં સેફાલોપોડ કન્સાઇન્મેન્ટ રદ્દ થતા હોય છે. જેથીકેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એમપીઇડીએને પોરબંદર સીફુડ સેમ્પલના ટેસ્ટ માટે ક્યુસી લેબ સ્થાપવા માટે પ્રેરણા મળી છે.

મરી ફિળ લેન્ડિંગમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે છે. વર્ષ 2019માં 7.49 લાખ ટનનુ યોગદાન આપ્યુ હતુ. સીએમએફઆરઆઇના આંકડા અનુાર ઝિંગા ઉછેરમાં ગુજરાત પ્રથમ ક્રમ છે. 73842 ટન પ્રોડક્ટનું ઉત્પાદન અને 1890 ટન સ્કેમ્પીનું ઉત્પાદન કર્યું છે. ગુજરાતનુ સી ફુડ મોટે ભાગે ચીન, યુરોપિયન સંઘ દેશો, દક્ષિણ પુર્વ એશિયા, જાપાન અને અમેરિકામાં નિકાસ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર