ચેતન પટેલ/સુરત: સુરતના માંગરોળ તાકુલાના હથોડાગામે એક કિશોરે 4 મહિનાના બાળકના ઇન્દ્રીના ભાગે બચ્ચકુ ભરી કાપીને મોઢામાં લઈ ભાગી ગયો હોવાનો વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. શુક્રવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ નવજાત બાળકને તાત્કાલિક કોસંબા બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બિહારવાસી મુસ્લિમ કિશોરના પરાક્રમને નજરે જોનાર બાળકની માતાએ સિવિલના તબીબોને હકીકત કહેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. જોકે અજીબો ગરીબ બનેલી આ ઘટના બાદ કોસંબા પોલીસે ફરાર કિશોરની શોધખોળ શરૂ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના માંગરોળ તાલુકાના હથોડાગામમા રહેતા એક શ્રમજીવી પરિવાર સાથે અજીબોગરીબ ઘટના બનવા પામી છે. શ્રમજીવી પરિવાર ઇટના ભઠ્ઠામાં કામ કરતુ હતુ. તે દરમિયાન તેમનું ચાર મહિનાનું બાળક ઘરમા એકલુ હતુ. ત્યારે એક અજાણ્યો કિશોર ઘરમા પ્રવેશ્યો હતો. અને બાદમા માસુમ બાળકની ઇન્દ્રી મોઢામા નાખીને બેઠો હતો. બાળકના રડવાનો અવાજ આવતા માતા ઘરમા દોડી આવી હતી.


શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ 26મી માર્ચે ભાજપમાં જોડાય તેવી શક્યતા


માતાને આવતા જોતા જ કિશોર ત્યાથી ભાગી છુટયો હતો. માતાએ તાત્કાલિક તેના બાળકને જોતા તે લોહીલુહાણ હાલતમા જોવા મળ્યો હતો અને તેની ઇન્દ્રી પણ કાપી નાંખી હતી. જેથી માસુમને તાત્કાલિક કોસબાની હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.


 



જ્યાં બાદમા વધુ સારવાર માટે બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે. સિવિલમા લાવતાની સાથે જ તબીબો પણ ચોકીં ઉઠયા હતા. તબીબ દ્વારા તાત્કાલિક બાળકની સારવાર શરુ કરી હતી. બીજી તરફ કોસબા પોલીસે આ બનાવમા કિશોરની શોધખોળ હાથ ધરી હતી.