શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ 26મી માર્ચે ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 26મી તારીખે સાબરકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કરે તેવી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 26મી તારીખે સાબરકાંઠામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કરે તેવી સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.
ભાજપમાથી મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ રાજકીય ગુપ્તવાસ ભોગવી રહ્યા છે. સાબરકાંઠામાં 26મી તારીખે ભાજપમાં જોડાયા બાદ સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બને તેવી પ્રબળ સંભાવનાઓ પણ રહેલી છે. ભાજપના સંભવિત ઉમેદવાર બને તેવી શક્યતાઓ છે.
ભાજપના આવતીકાલથી શરૂ થઈ રહેલા વિજય સંકલ્પના 26મી તારીખ સુધી ચાલનારા સંમેલનમાં દરેક કોંગ્રેસના નાના મોટા નેતાઓ ભાજપનો ખેસ રહે તેવું કરવામાં આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં મહેન્દ્રસિંહ જોડાતા તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. મહત્વનું છે, કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મહેન્દ્રસિંહ વાધેલા રાજકારણમાં અસક્રિય હતા અને ગુપ્તવાસ ભોગવી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે