રાપર : તાલુકાના સઈ ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં આખલો પડી જતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ બચાવ્યો હતો. અવાવરું કુંવામાં પડી ગયેલા આખલાને જેસીબીની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો હતો. રાપર તાલુકાના સઈ ગામની સિમ વિસ્તારમાં આવેલા એક અવાવરું કૂવામાં ગત રાત્રી દરમિયાન એક ગૌ વંશ અકસ્માતે પડી ગયું હતું. ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 968 નવા કેસ, 141 દર્દી સાજા થયા, 1નું મોત


જેના પગલે ડાભૂડાના જીવદયાપ્રેમી જગુભા વેલુભા જાડેજા તેમના સહયોગી મિત્રો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક કલાકની ભારે જહેમત બાદ સિફતપૂર્વક ઊંડા કૂવામાં ખાબકેલા નંદીને જેસીબી મશીનની મદદ વડે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ વિષે ડાભુડાના જગુભાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સઇ ગામના લોકોએ કૂવામાં ગૌ વંશ પડી ગયાની જાણકારી આપી હતી. તેથી મારા સહયોગી મિત્રો સાથે બનાવ સ્થળે પહોંય્યા હતા. 


નવા વર્ષે સારા સમાચાર: ઓમિક્રોન થાય તો ડરશો નહી, નિષ્ણાંતોના મતે આ કોરોના કાળનો અંત છે


જ્યાં અંદાજિત 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ સુધી પાણી ભરેલા અવાવરું અને અંધારિયા કૂવામાં ખાબકેલા નંદીને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી. આ માટે પ્રથમ કૂવામાં ઉતરીને નંદીના શરીરે રસ્સા બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સાથે લાવેલા જેસીબી મશીન વડે તેને સહી સલામત બહાર ખેંચી બચાવી લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાભુડાના જીવદયાંપ્રેમી દ્વારા છેલ્લા દસ વર્ષથી પશુઓને બચાવ અને સારવારની સેવા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી નાના મોટા અસંખ્ય જીવોને બચાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube