ઝી ન્યૂઝ/જામનગર: રાજ્યમાં અવારનવાર વિદ્યાર્થીઓ ગળાફાંસો ખાઇ અને આપઘાત કરતાઓની ઘટનાઓ બની રહી છે. કોઈ વિદ્યાર્થીઓ ભણતરના ભારણના કારણે કે કોઈ આર્થિક પરિસ્થિતિના કારણે આપઘાત કરતા હોય છે. આવી જ ઘટના આજે જામનગરમાં બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ


રોનક ખરાડી નામનો વિધાર્થી આયુર્વેદિક યુનિવર્સિટીમાં ફસ્ટ યરમાં અભ્યાસ કરતો હતો. મુળ ગાંધીનગરનો વતની અને જામનગર આયુર્વેદિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પટેલ કોલોની એક નંબરમાં આવેલ શ્રી રંગ એપાર્ટમેન્ટના પહેલા માળે પેઇનગેસ્ટ તરીકે રહેતો હોય અને અગમ્ય કારણોસર પોતાના રૂમમાં હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. 


પરીક્ષા પૂર્ણ થઈ પરંતુ હજારો ઉમેદવારો અટવાયા, કારણ જાણીને તમે પણ દઈ દેશો માથે હાથ


જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થીએ આજે સવારે ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે આરેરાટી ફેલાઇ છે. તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પગલાંથી અન્ય વિદ્યાર્થીઓમાં ભારે સોપો પડી ગયો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.


ગીરની કેસર કેરીને લઇ આવી ગયા ખુશીના સમાચાર, વિદેશીઓ માણશે સ્વાદ


આ ઘટનાની વિગત એવી છે કે મૂળ ગાંધીનગરના વતની અને અને હાલ જામનગરની આયુર્વેદ કોલેજના એમ.ડી. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને પટેલ કોલોની વિસ્તારમાં એક મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા રોનક ખરાડી નામના વિદ્યાર્થી યુવાને પોતાના રૂમમાં ગળાફાંસા લગાવી આત્મહત્યા કરી હતી. 


જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, મદદનો હાથ લંબાવ્યો


આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો કે જેઓ ગાંધીનગરમાં રહે છે, તેઓને જામનગર બોલાવી લીધા છે, અને મૃતદેહ નો કબજો તેઓને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.