હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન

દર વર્ષે 29મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા વિશ્વ હૃદય દિવસ પર ગુજરાતના યુ. એન. મહેતા હોસ્પિટલના પ્રયાસોની ચર્ચા કરવી જરૂરી છે. અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર હૃદયની ગંભીર બિમારીઓથી પીડાતા લોકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું છે.

હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં હ્રદય સંબંધિત વધતા કેસો વચ્ચે યુએન મહેતા હોસ્પિટલ મિલનો પથ્થર બની શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં યુ. એન. મહેતા હોસ્પિટલમાં કાર્ડિયોવેસ્ક્યુલર સારવારના કેસોની સંખ્યા 2020માં 13,615 થી વધીને 2023માં 29,510 થઈ છે. આ પ્રકારે હાર્ટ સર્જરીની સંખ્યા 2020માં 3,267થી વધીને 2023માં 7,438 થઈ છે. આ જ સંસ્થામાં ગુજરાત બહારના દર્દીઓની વિઝિટ 2020માં 1,57,747 થી વધીને 2023માં 3,35,124 થઈ ગઈ, જ્યારે ઓગસ્ટ 2024 સુધીમાં 2,41,033 દર્દીઓએ આ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. 

ગુજરાતએ દેશભરમાં અદ્યતન કાર્ડિયાક કેર માટે અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. જે સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી આવતા દર્દીઓ માટે આશાનું કિરણ બની ગયું છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરોગ્ય માળખામાં સુધારાને કારણે ભારતમાં હૃદયરોગની સારવાર માટે શ્રેષ્ઠતાનું મોડેલ સ્થાપિત કરવામાં ગુજરાતને મદદ મળી છે.

દર વર્ષે 29મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા વિશ્વ હૃદય દિવસ પર ગુજરાતના યુ. એન. મહેતા હોસ્પિટલના પ્રયાસોની ચર્ચા કરવી જરૂરી છે. અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર હૃદયની ગંભીર બિમારીઓથી પીડાતા લોકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. અહીનો સમર્પિત તબીબી સ્ટાફ અને અત્યાધુનિક સુવિધાઓ સાથે આ સંસ્થાએ અસંખ્ય લોકોની જિંદગી બદલી નાખી છે.

4 મહિનાના બાળક ઘનશ્યામને નવું જીવન મળ્યું-
“જ્યારે અમને ખબર પડી કે અમારું 4-મહિનાનું બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે, ત્યારે અમારા પગતળેથી જમીન ખસકી ગઈ હતી. અમે અમારા માસૂમ બાળક માટે ખૂબ જ ચિંતિત હતા અને અમારો દીકરો સાજો થઈ શકશે કે કેમ તે વિચારીને અમે તૂટી ગયા. હૃદય રોગની સારવારના ખર્ચ વિશે વિચારીને જ આપણું દિલ બેસી જાય. પરંતુ પછી અમે યુ. એન. મહેતા હોસ્પિટલ વિશે જાણ થઈ અને અમારા બાળકને ત્યાં સારવાર કરાવવાનું નક્કી કર્યું. યુકેમાં આપણને જે પ્રકારની આરોગ્ય સુવિધાઓ અને પ્રેમ અને સંભાળ મળે છે એજ યુ એન. મહેતાને હોસ્પિટલમાં મળ્યા ત્યારે અમે અભિભૂત થઈ ગયા. ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને યુ. એન. મહેતા હોસ્પિટલમાં મફત સારવારને કારણે અમારો દીકરો આજે સંપૂર્ણ સ્વસ્થ છે અને અમારી સાથે છે.”

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના રહેવાસી હિનાબેન અને તેમના પતિ સુરેશભાઈના આ લાગણીસભર શબ્દો છે, જેમણે તેમના 4 મહિનાના પુત્ર ઘનશ્યામને હૃદયની ગંભીર બિમારી માટે આ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. અહીના નિષ્ણાતોની સંભાળ અને સારવારને લીધે તેમના બાળકને જીવનનો નવું જીવનદાન મળ્યું હતં. ઘનશ્યામની સર્જરી 26 જુલાઈ 2024 ના રોજ થઈ હતી.

16 વર્ષના પ્રણયના ફ્રી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટે જીવન બદલી નાખ્યું-
ગાંધીનગરના 16 વર્ષીય પ્રણયસિંહ વાઘેલાનું યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને હવે તેઓ સ્વસ્થ જીવનનો આનંદ માણી રહ્યા છે. તેમના અનુભવનું વર્ણન કરતા, પ્રણય કહે છે, “હું સર્જરી પહેલા ખૂબ જ ડરી ગયો હતો, પરંતુ સ્ટાફે મને ઘર જેવો જ અનુભવ કરાવ્યો અને ડોક્ટરોએ ખૂબ જ અસરકારક રીતે મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું, જેનાથી મને એક નવું જીવન મળ્યું. આ સમગ્ર પ્રક્રિયા ગુજરાત સરકારના સ્કૂલ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી હતી અને આ પહેલ હેઠળ પ્રથમ વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ નવજીવન માટે હું દાતા અને ડોકટરો અને નર્સોની આખી ટીમનો હંમેશ માટે આભારી રહીશ." પ્રણયનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 27 સપ્ટેમ્બર 2022ના રોજ થયું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હાર્ટ પ્રોસિજરના કેસોમાં નોંધપાત્ર વધારો જોયો છે, 2020માં 13,615થી વધીને 2023માં 29,510 થયો છે. જ્યારે, ઓગસ્ટ 2024 સુધી 19,560 પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.

યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાતમાં જટિલ સર્જરીનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં કરવામાં આવેલી હૃદય સર્જરીની સંખ્યા 2020 માં 3,267 થી વધીને 2023 માં 7,438 થઈ ગઈ છે અને ઑગસ્ટ 2024 સુધીમાં 5,440 શસ્ત્રક્રિયાઓ થઈ છે, જેમાં ઘણા ઉચ્ચ જોખમવાળા કેસો હતા.

યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર હવે આઉટ પેશન્ટ અને ઇન-પેશન્ટમાં મજબૂત બની રહ્યું છે. આ  સંસ્થામાં બહારના દર્દીઓની વિઝિટ  2020 માં 1,57,747 થી વધીને 2023 માં 3,35,124 થઈ અને ઓગસ્ટ 2024 સુધી આ હોસ્પિટલમાં 2,41,033 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. અહીં દર્દીઓની સંભાળની સેવાઓ પણ વિસ્તરી રહી છે, જેમાં નિયમિત દેખરેખથી લઈને પોસ્ટ-સર્જરી સપોર્ટ સુધીનો સમાવેશ થાય છે, જે હૃદયની સંભાળના સ્થળ તરીકે ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.

યુ. એન. મહેતા હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી રહી છે-
યુ. એન. મહેતા હોસ્પિટલ તેની કાર્ડિયાક કેર અને સારવાર સેવાઓ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી રહી છે. આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હૃદય રોગ-સંબંધિત દર્દીઓની સંખ્યા 2020 માં 21 થી વધીને 2023 માં 195 થઈ ગઈ છે અને ઓગસ્ટ 2024 સુધીમાં 134 વધુ હૃદયરોગ-સંબંધિત આંતરરાષ્ટ્રીય દર્દીઓ અહીં તેમની સારવાર મેળવી છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં મિલનો પથ્થર બની રહી છે હોસ્પિટલ-
યુ. એન. મહેતા હોસ્પિટલની હાર્ટ કેર સફરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનમાં નોંધપાત્ર પ્રગતિનો પણ સમાવેશ થાય છે.  પ્રથમ કેટલાક ટ્રાન્સપ્લાન્ટ્સ 2022 માં સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા અને 2023 માં આવા 14 ટ્રાન્સપ્લાન્ટ સફળ થયા હતા. ઓગસ્ટ 2024 સુધીમાં રાજ્યમાં 18 હૃદય પ્રત્યારોપણ પૂર્ણ થયા છે જે હૃદયના જટિલ કેસોને સંભાળવાની તેની ક્ષમતા દર્શાવે છે.

આરોગ્ય ક્ષેત્રે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ વ્યાવસાયિકો અને સસ્તી, સારી આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ માટે તેની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત, ભારતમાં હૃદય રોગનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જે હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યેના તેના સર્વગ્રાહી દ્રષ્ટીકોણને પ્રતિબિંબિત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news