હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં મળતા પનીર પર વિશ્વાસ ના કરતા! ગુજરાતમાં અહીંથી ઝડપાયો મોટો જથ્થો
પનીરનો જથ્થો ખરેખર નકલી છે કે પછી અસલી તે માટે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.
ઝી બ્યુરો/સુરત: સુરતના ઉધના વિસ્તારમાંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના જાગૃત નાગરિકોએ આપેલી માહિતીના આધારે સુરતના ઉધના સોનલ રોડ ઉપર વલસાડ ખાતેથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ નકલી પનીરના જથ્થાની સપ્લાય કરવા આવેલા ટેમ્પો ચાલકને ઝડપી પાડી 230 કિલો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. પનીરનો જથ્થો ખરેખર નકલી છે કે પછી અસલી તે માટે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.
કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ
આજે દરેક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો સમયાંતરે સાંભળવા મળતી હોય છે.કેટલાક વેપારીઓ ટૂંક સમયમાં વધુ નફો રળી લેવાની લ્હાયમાં ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.આજે દરેક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.જેમાં દૂધમાંથી બનતી પનીર પણ બાકાત નથી.તેવામાં સુરતમાંથી શંકાસ્પદ નકલી પનીર નો જથ્થો સુરત મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રેમ કહાનીનું કરૂણ અંજામ; શંકા-કુશંકામાં હર્યો ભર્યો પરિવાર વીંખાયો, પ્રેમિકાની...
પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને શહેરના જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સુરતના ઉધના સોનલ રોડ પર આઇસર ટેમ્પો માં લાવવામાં આવેલ શંકાસ્પદ નકલી પનીર ના જથ્થાની મોટા પાયે ડીલેવરી કરવામાં આવનાર છે. જે માહિતીના આધારે પાલિકાના આરોગ્યને ફૂડ વિભાગની ટીમ દ્વારા વોચ ગોઠવી ઉધના સોનલ રોડ પર આવી પહોંચેલા આઇસર ટેમ્પો ની તલાસી લેવામાં આવી હતી. જે ટેમ્પો માં રહેલ એક ટબમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કેનેડા, અમેરિકા છોડો ડોલર કમાવવા આ છે બેસ્ટ 5 દેશ, અડધા ખર્ચમાં પહોંચી જશો
પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા ચાલક અને ડીલેવરી લેનારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વલસાડ ખાતેથી આ પનીર નો જથ્થો લાવવામાં આવ્યો છે. જે નકલી છે કે અસલી તે બાબતનો કોઈ ખ્યાલ નથી. પાલીકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે કુલ 230 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગ દ્વારા અલગ અલગ પનીરના સેમ્પલો લઈ પૃથ્થકરણ માટે વેસુ ખાતા આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
ઈન્ટર્નશિપ કરવા આવ્યા, આજે રતન ટાટાનો રાઈટ હેન્ડ બની સંભાળી રહ્યાં છે કંપનીની કમાન
જે સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ પનીર અસલી છે કે પછી નકલી તેની પૃષ્ટિ થઈ શકશે. અન્યથા લેબ રિપોર્ટમાં સેમ્પલ ફેલ જણાઈ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ની કાર્યવાહી કરવામાં આવે તેવું નિવેદન ફૂડ સેફ્ટી ઓફિસર જગદીશ સાલુંકે એ આપ્યું હતું.