અનોખી રીતે ગણિત-વિજ્ઞાન શીખવાડી રહ્યા છે ગુજરાતના આ શિક્ષક, એક ઝાટકે વિદ્યાર્થીઓને રહે છે યાદ
Unique way to Teach Mathematics: નવસારીના ચીખલીની મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત અને વિજ્ઞાન વિષયને સમજાવવા કર્યો છે. શિક્ષિકાએ ગણિત અને વિજ્ઞાનના ગીતો બનાવી, તેને સંગીતમાં ઢાળીને બાળકોને ગવડાવીને બંને અઘરા વિષયોને સરળતાથી શિખવવાનો પ્રયાસ કર્યો અને એમાં એમને સફળતા પણ મળી છે.
Maths Teacher: ધવલ પારેખ/નવસારી: અઘરા વિષયને સરળતાથી ગુરૂ જ શિખવી શકે છે. ગુરૂને અભ્યાસ દરમિયાન વિષયને સમજવામાં પડેલી મુશ્કેલીનો ઉકેલ શોધ્યો હોય છે. તેથી જ્યારે શિષ્યને એજ વિષય સમજવામાં મુશ્કેલી પડે, ત્યારે ગુરૂ એને સરળતાથી શિખવવાની રીત શોધી કાઢે છે. આવો જ પ્રયાસ નવસારીના ચીખલીની મજીગામ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત અને વિજ્ઞાન વિષયને સમજાવવા કર્યો છે. શિક્ષિકાએ ગણિત અને વિજ્ઞાનના ગીતો બનાવી, તેને સંગીતમાં ઢાળીને બાળકોને ગવડાવીને બંને અઘરા વિષયોને સરળતાથી શિખવવાનો પ્રયાસ કર્યો અને એમાં એમને સફળતા પણ મળી છે.
ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલનો નવો વરતારો
સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ઘણા ઇનોવેટીવ હોય છે. સતત કઈ નવું શિખવા અને શિખવવાની ધગસને કારણે તેઓ વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન પણ મેળવી છે. આવુ જ કઈ ગણદેવીના દેવસર ખાતે રહેતા અને નવસારીના ચીખલી તાલુકાના મજીગામની સરકારી પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષિકા મીનાક્ષી સરદારે કરી બતાવ્યુ છે.
5 વર્ષમાં 1 લાખના બની ગયા 5 કરોડ રૂપિયા, આ કંપનીએ આપ્યું છપ્પરફાડ રિટર્ન
શાળાના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન વિષયમાં નબળા જણાયા હતા અને તેમને બંને વિષય સમજાવવા છતાં પણ તેમના માર્ક્સમાં વધારો થતો ન હતો. વિદ્યાર્થીઓની ગણિત વિજ્ઞાન વિષયમાં રૂચી કેળવાય એના માટે મીનાક્ષી સરદારે અનેક પ્રયાસો કર્યા, પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ હાર માને એ સરદાર નહીં. મીનાક્ષી સરદારે તેમના અભ્યાસકાળ દરમિયાન ગણિત અને વિજ્ઞાન વિષયમાં કવિતાઓ લખવાનો પ્રોજેક્ટ કર્યો હતો. જેને શાળામાં ઉપયોગમાં લેવાની તેમણે તૈયારી કરી હતી.
વિકાસ દિવ્યકીર્તિસરના આ 4 ગુરુમંત્ર જો અપનાવ્યા તો સીધુ IAS માટે થઈ જશે સિલેક્શન!
મીનાક્ષીએ ગણિતના સમીકરણ, ખુણાઓની જોડણી, આકાર, પ્રમેય, આલેખ તેમજ માહિતીની રજૂઆતો તેમજ વિજ્ઞાન વિષયમાં પ્રયોગો, શરીરના અંગો વગેરેને સંગીતના માધ્યમથી શિખવવા પ્રથમ વિષયના શબ્દો શોધી, તેના આધારે વાક્યો બનાવી, તેનો પ્રાસ બેસાડી 60 થી વધુ ગીતો કે કવિતાઓ તૈયાર કર્યા હતા. બાદમાં તેને ગરબા, ભજન કે લોકગીતોની લયમાં ગાઇને વિદ્યાર્થીઓને શિખવવાના શરૂ કર્યા હતા. મીનાક્ષી સરદારનો આ પ્રયાસ કારગર સાબિત થયો અને બાળકો ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયને ગરબા, ભજન અને ગીતોનાં માધ્યમથી સરળતાથી શીખ્યા તેમજ સમજતા થયા. જેનું અસર વિદ્યાર્થીઓના પરિણામમાં જોવા મળી હતી.
દૂધથી ફાયદો થવાને બદલે થશે નુકસાન, ભૂલથી પણ દૂધ સાથે કરશો નહી આ વસ્તુઓનું સેવન
મજીગામ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં કંટાળો આવતો હતો, ત્યાં આજે વિદ્યાર્થીઓ શિક્ષિકા મીનાક્ષી સરદાર સાથે ગીતો ગાતા તેઓ ઉત્સાહ અને ખુશી સાથે ગણિત વિજ્ઞાન શિખી અને સમજી રહ્યા છે. વિદ્યાર્થીઓ શિક્ષિકા મીનાક્ષી દ્વારા રચેલ ગણિત વિજ્ઞાનના સંગીતબદ્ધ ગીતો સરળતાથી કંઠસ્થ કરી શકે છે. જયારે પ્રમેય, આલેખ કે અન્ય દાખલાની રીત યાદ રાખવામાં મુશ્કેલી પડે કે પરીક્ષામાં યાદ ન આવે, ત્યારે વિદ્યાર્થીઓ ગીતની કડીને યાદ કરી લે છે. જેથી તેઓ સરળતાથી ગણિતના દાખલાની રીત, પ્રમેય, આલેખ, ખુણાઓના જોડાણ અને આકાર વગેરે લખી શકે છે. જેનું પરિણામ તેમના પરીક્ષાના માર્ક્સ પર જોવા મળ્યુ અને જ્યાં અઘરા ગણાતા વિષયમાં 40 ટકા વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવતા ત્યાં આજે ૯૫ ટકા વિદ્યાર્થીઓના સારા માર્ક્સ આવી રહ્યા છે.
શું તમે Instagram Account ડિલીટ કરવા માગો છો? આ રીતે મિનિટોમાં થશે હંમેશાં માટે ગુમ
મનોવૈજ્ઞાનિક રીતે પણ માણસને સંગીત ગમે છે અને સંગીતમાં લયબદ્ધ કરાયેલા ગીતો વહેલા યાદ રહી જાય છે. ત્યારે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયને સંગીતમાં પરોવીને મજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોને સરળતાથી વિષયની અઘરી રીત સમજાવવામાં સફળતા મેળવી છે.