બાબુ-સોનાથી કંટાળી શું તમે Instagram Account ડિલીટ કરવા માગો છો? આ રીતે મિનિટોમાં થશે હંમેશાં માટે ગુમ

Instagram Account Delete: તમારે હવે તમારા Instagram એકાઉન્ટને કાઢવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી તમારું Instagram એકાઉન્ટ ડિલીટ કરી શકો છો.
 

બાબુ-સોનાથી કંટાળી શું તમે Instagram Account ડિલીટ કરવા માગો છો? આ રીતે મિનિટોમાં થશે હંમેશાં માટે ગુમ

Instagram Account Delete: ઘણી વખત લોકો કોઈ કારણસર બે કે તેથી વધુ નવા Instagram એકાઉન્ટ બનાવી નાંખતા હોય છે, જો કે તેઓ બાદમાં તેનો ઉપયોગ કરતા નથી. બાદમાં, જ્યારે તેમને હવે આ એકાઉન્ટ્સની જરૂર રહેતી નથી, ત્યારે તેઓ તેને ડિલીટ કરવા માંગતા હોય છે. પરંતુ તેઓ એકાઉન્ટને ડિલીટ કરવાના સ્ટેમ્પથી પરિચિત હોતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એપ અથવા વેબસાઈટ દ્વારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

તમારું Instagram Account ડિલીટ કરવા માટે તમારે Instagram વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.

Instagram ની વેબસાઇટ પર જાઓ.

  • તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • તમારી પ્રોફાઇલ પર જાઓ.
  • "વધુ વિકલ્પો" પર ક્લિક કરો.
  • "સહાયતા અને સેટિંગ્સ" પર ક્લિક કરો.
  • "એકાઉન્ટ સેન્ટર" પર ક્લિક કરો.
  • "પર્સનલ ડિટેલ" પર ક્લિક કરો.
  • "એકાઉન્ટ માલિકી અને નિયંત્રણ" પર ક્લિક કરો.
  • "સક્રિયકરણ અને હટાના" પર ક્લિક કરો.
  • તમે કાઢી નાખવા માંગો છો તે એકાઉન્ટ પર ક્લિક કરો.
  • "કાઢી નાખ્યા પછી" ક્લિક કરો.
  • "એકાઉન્ટ કાઢી નાખો" પર ક્લિક કરો.

Instagram એપથી ડિલીટ કરો.

  • Instagram એપ ખોલો
  • તમારી પ્રોફાઇલ પર જાઓ.
  • "વધુ વિકલ્પો" પર ક્લિક કરો.
  • "સેટિંગ અને પ્રાઈવેસી" પર ક્લિક કરો.
  • "એકાઉન્ટ સેન્ટર" પર ક્લિક કરો.
  • "પર્સનલ ડિટેલ" પર ક્લિક કરો.
  • "એકાઉન્ટ માલિકી અને નિયંત્રણ" પર ક્લિક કરો.
  • "સક્રિયકરણ અને હટાના" પર ક્લિક કરો.
  • તમે કાઢી નાખવા માંગો છો તે એકાઉન્ટ પર ક્લિક કરો.
  • "કાઢી નાખ્યા પછી" ક્લિક કરો.
  • "એકાઉન્ટ કાઢી નાખો" પર ક્લિક કરો.

તમારું Instagram Account ડિલીટ કરતા પહેલા , કૃપા ધ્યાન આપો કે...
તમારું એકાઉન્ટ 30 દિવસો બાદ હંમેશાં માટે ડિલીટ કરી નાંખવામાં આવશે.
તમારું એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ, તમે તમારા એકાઉન્ટમાં સંગ્રહીત કોઈ પણ જાણકારી સુધી પહોંચી શકશો નહીં, જેમાં તમારા ફોટો, વીડિયો, મેસેજ અને ફોલોઅર્સનો સમાવેશ થાય છે.
જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ પોતાનું મન બદલાઈ જાય તો, તમે તે એકાઉન્ટને 30 દિવસની અંદર ફરીથી પુનપ્રાપ્ત કરી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news