ચોરે ચીઠ્ઠી મુકીને પોલીસને ફેંક્યો પડકાર, ચીઠ્ઠીમાં છોડ્યા પોતાની જ ચોરીના પુરાવા
The thief escaped by writing a note : દાહોદના ઝાલોદ શહેરમાં ચોરીનો બનાવ.... ચોરે ચોરી કર્યા બાદ એક ચીઠ્ઠીમાં નામ અને મોબાઈલ નંબર લખીને મુક્યો...રાજ મોટર્સના શો રૂમમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો.... રોકડ રૂપિયા સહિત ટેબલેટ સહિતની ચીજવસ્તુઓની ચોરી...
Dahod news : ઝાલોદ શહેરમાં ચોરીનો ગજબનો બનાવ બન્યો છે. એક ચોરે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. ચોરે ચોરી કર્યા બાદ પોલીસ માટે ચીઠ્ઠી મૂકી હતી. ચોરે ચીટ્ઠી મૂકીને પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે. ચોરે નામ અને નંબર સાથેની ચીઠ્ઠી લખીને છોડી હતી. જે જોઈને પોલીસ પણ હચમચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદમાં એક ચોરીનો બનાવ બન્યો હતો. ઝાલોદાન રાજ મોટર્સ નામના શો રૂમમાં કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. શો રૂમમાંથી રોકડ રૂપિયા, ટેબલેટ સહીત કેટલાક સામાન ચોરી કરીને તેઓ ભાગ્યા હતા. તેમજ શો રૂમમાં લગાવેલા સીસીટીવીના ડીવીઆર પણ લઈને લૂંટારુઓ ભાગી ગયા હતા. જેથી પોલીસને કોઈ પુરાવા ન મળે. પરંતુ તસ્કરોએ ચોરી કરી ફરાર થતાં પહેલા શોરૂમના દરવાજે પોલીસને પડકાર ફેંકતી એક ચિઠ્ઠી ચોંટાડી હતી. આ ચીઠ્ઠી હાલ આખા ઝાલોદમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ CCTV જોઈ હચમચી જશો, જુઓ પિતાએ કેવા નિર્દયી થઈ દીકરીની મટન કાપવાના છરાથી હત્યા કરી
યુવતીના લાશના થયા એવા હાલ અરેરાટી થઈ, પાઇપમાં અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળ્યા
કારણ કે, તસ્કરોએ દરવાજે જે નોટ ચોંટાડી છે તેમાં પોલીસને પડકાર ફેંક્ય છે. ચીઠ્ઠીમાં લખ્યુ છે કે, મેં હું ચોર, નાથુભાઇ નિનામા. આ ઉપરાંત ચીઠ્ઠીની ઉપર મોબાઈલ નંબર પણ લખેલો છે.
આમ, પોલીસને પડકાર ફેંકતી ચોર ટોળકીની હાલ ચારેતરફ ચર્ચા થઈ રહી છે. કારણ કે, જે શો રૂમમાં ચોરી થઈ તે ઝાલોદ પોલીસ સ્ટેશનની સામે આવેલો છે. ત્યારે જો પોલીસની સામે આવેલો શો રૂમ જ સલામત નથી, તો બીજું શું કહેવાય. આ ઉપરાંત તસ્કરે ચિઠ્ઠીમાં લખેલો મોબાઇલ નંબર ખોટો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં બિઝનેસ કરવાનો નવો રસ્તો ખૂલ્યો, બનાસ ડેરીએ શરૂ કરી મધ ટેસ્ટિંગ લેબોરેટરી
ઓનલાઇન કામવાળી શોધનારા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે દિવસમાં લાખો લઈને રફુચક્કર થઈ