જનતાને મુર્ખ બનાવવાનો ધંધો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારી
ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાડ્યો છે. રાજ્યમાં નકલી હોસ્પિટલો પણ ચાલી રહી છે અને તંત્ર મૌન છે. હવે સુરતમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીં એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પહોંચી ગયા હતા.
અમદાવાદઃ અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલનું ખતરનાક પ્રકરણ બહાર આવ્યા બાદ ગુજરાતભરમાં હડકંપ મચી ગયો છે. ડોક્ટરોને લોકો ભગવાન ગણતા હોય છે પરંતુ આવા પાપી ડોક્ટરોને કારણે લોકોનો ડોક્ટરો પર વિશ્વાસ ઉઠી રહ્યો છે. રાજ્યમાં હોસ્પિટલો અને ડોક્ટરો સતત સવાલોના ઘેરામાં આવી રહ્યાં છે. લોકોના જીવ સાથે રમત ડોક્ટરો રમી રહ્યાં છે. આ વચ્ચે ઝી 24 કલાક સૌથી મોટો ઘટાડો કરી રહ્યાં છે.
ZEE 24 કલાક પર સૌથી મોટો ઘટસ્ફોટ
ગુજરાતની જનતા આ સમાચારને ધ્યાથી જુએ.. જુઓ ઘણા સમયથી ચાલી રહેલી નકલી હોસ્પિટલ અંગે તંત્ર કઈ રીતે મુર્ખ બનાવે છે ભોળી જનતા બિચારી ડોકટરને ભગવાન માનીને હોસ્પિટલ જાય છે પણ ભોળી જનતાને બિચારીને ક્યાં ખબર કે એ જે હોસ્પિટલ જઈ રહી છે તે હોસ્પિટલ નહીં પણ કતલખાનું છે. જીં હાં... આ નકલી હોસ્પિટલો જે હોસ્પિટલો નથી કતલખાના સમાન છે. આવી નકલી હોસ્પિટલમાં પોલીસની હાજરી પણ દેખાય છે.
પોલીસ.. પોલીસ.. પોલીસ... જીં હાં.. એક સુરતની એક નકલી હોસ્પિટલના ઉદ્ધાટનમાં સુરત પોલીસ પણ હતી. નકલી હોસ્પિટલના કારનામાઓમાં પોલીસ પણ સામેલ હતી. નકલી હોસ્પિટલના ઉદ્ધાટન સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હાજર હતા. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હાજર હતા. નકલી હોસ્પિટલમાં JCPના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ નકલી હોસ્પિટલના આરોપીઓ-ઝોલા છાપ ડોકટરો ઉભા છે અને જેસીપી રાઘવેન્દ્ર વત્સ બાદશાહની જેમ નકલી હોસ્પિટલના ઉદ્ધાટન સમયે કેબિનમાં ખુરશી પર બેઠા છે. શાન જુઓ નકલી હોસ્પિટલમાં જેસીપી રાઘેવેન્દ્ર વત્સની વાહ.. આટલો ભમેલો માણસ આઈ.પી.એસ લેવલના માણસને ખબર કેમ ના પડી કે આ નકલી હોસ્પિટલ છે.
સુરત પોલીસ હવે કહીં રહી છે કે આ જનસેવા હોસ્પિટલ નકલી હોસ્પિટલ છે. વાહ... સુરત પોલીસ તમારા જેસીપી ઉદ્ધાટનમાં હતા ત્યારે તમે ક્યાં હતા આ તો ZEE 24 કલાકના અહેવાલ બાદ ખબર પડી કે હોસ્પિટલ તો નકલી હતી. ડોકટર ઝોલા છાપ હતા.. હવે પોલીસને ખબર પડી આ તો નકલી હોસ્પિટલ છે... વાહ.