ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યા બાદ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા એલર્ટ બની છે. આર્યુવેદ સાથે સંકળાયેલા ડૉક્ટર્સ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. બોગસ ડૉક્ટર્સ પકડાયા બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના તમામ ડૉક્ટર્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી
હવેથી રાજ્યના તમામ ડૉક્ટર્સને ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. 12 માર્ચ 2025 સુધીમાં તમામ ડૉક્ટર્સે રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. જે ડોક્ટર્સે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો 5 લાખ દંડની જોગવાઈ કરવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. જો દંડ નહીં ભરે તો લાઈસન્સ રદ સુધીની કાર્યવાહી થશે.


રાજ્યમાં આયુર્વેદ સાથે સંકળાયેલા કુલ 27,000 ડોક્ટર્સ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. 12 માર્ચ 2025 સુધીમાં તમામ ડોક્ટર્સના ડોક્યુમેન્ટ્સ સાથે રજીસ્ટ્રેશન જરૂરી બનાવી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં આયુર્વેદ સાથે સંકળાયેલા કુલ 27,000 ડોક્ટર્સ છે. જેના કારણે રાજ્યના તમામ ડૉક્ટર્સને ઓનલાઇન રજિસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે.


દંડ નહીં ભરો તો બોગસ ડોક્ટરની કેટેગરીમાં ગણાશે
ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન ડો.સંજય જીવરાજાણી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. ડોક્ટર્સ સમય મર્યાદામાં જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો સખ્ત કાર્યવાહી થશે. રૂપિયા 5 લાખ સુધીનો દંડ તેમજ બોગસ ડોકટરની કેટેગરીમાં ગણવામાં આવશે. એટલું જ નહીં, તેમણે ઉમેર્યું હતું કે ડોક્ટર જો દંડ નહીં ભરે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થશે. 


બોગસ ડૉક્ટર્સ પકડાયા બાદ રાજય સરકાર એક્શન મોડમાં!
ઉલ્લેખનીય છે કે સુરતમાં બોગસ ડૉક્ટર્સ પકડાયા બાદ રાજય સરકાર એક્શન મોડમાં આવી છે અને આજે રાજ્યમાં આયુર્વેદ સાથે સંકળાયેલા ડોક્ટર્સ વિશે આ નિર્ણય લેવાયો છે.