નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં ગરમાયો! હવે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતો
Trending Photos
ઝી બ્યુરો/પાટણ: ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી નવી જંત્રીનો મુદ્દો વિવાદિત બન્યો છે. ત્યારે જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. જેને લઇ આજે ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.
પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
નોંધનીય છે કે બનાસકાંઠાનાં થરાદથી અમદાવાદ સુધીનાં હાઇવે રોડમાં જમીન કપાત થતા અને તેની સાથે સાથે બનાસકાંઠા,મહેસાણા અને પાટણની જંત્રીના ભાવમાં વિસંગતતા જોવા મળતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો પ્રાંત કચેરી આગળ ખેડૂતો એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભવિષ્યમાં સિમેન્ટ કોંક્રિટ નાં જંગલો ઊભા થવાની સામે ચિંતા
ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારે બિલ્ડરોને ત્રણ ગણો જંત્રીના ભાવમાં વધારો કર્યો, જેની સામે ખેડૂતોને નજીવો જંત્રી ભાવમાં વધારો કર્યો છે. જેને લઈ ભવિષ્યમાં સિમેન્ટ કોંક્રિટ નાં જંગલો ઊભા થવાની સામે ખેત પેદાશો પર પણ અસર થશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
જંત્રીના ભાવમાં વિસગતતા જોવા મળતા ખેડૂતોમાં ભારે રોષ
નોંધનીય છે કે જંત્રીના અમુક જિલ્લામાં ઊંચા ભાવ અને બીજા અડીને આવેલ જિલ્લામાં જંત્રીના ભાવ નીચા રહેતા ભારે વિસગતતા જોવા મળી રહી છે. જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે