Surat ના મેયર હેમાલી બોધાવાલા સહિત કુલ 750 દર્દી કોરોના પોઝિટિવ, સ્થિતી ગંભીર
સમગ્ર દેશમાં કોરોના વેક્સિનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ બની છે. આજે ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2276 કેસ નોંધાયા હતા જે પૈકીના 60 ટકા જેટલા એટલે કે 760 દર્દીઓ તો માત્ર સુરતમાં જ નોંધાયા હતા .સુરત કોર્પોરેશ વિસ્તારમાં 607 અને જિલ્લામાં 153 દર્દીઓ નોંધાયા હતા.
સુરત : સમગ્ર દેશમાં કોરોના વેક્સિનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ બની છે. આજે ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2276 કેસ નોંધાયા હતા જે પૈકીના 60 ટકા જેટલા એટલે કે 760 દર્દીઓ તો માત્ર સુરતમાં જ નોંધાયા હતા .સુરત કોર્પોરેશ વિસ્તારમાં 607 અને જિલ્લામાં 153 દર્દીઓ નોંધાયા હતા.
Rajkot: યુવાનોને રેલવેમાં નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી
તો બીજી તરફ હાલમાં જ પુરી થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવાચૂંટાયેલા સુરતનાં મેયર હેમાલી બોધાલાવા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને કોરોના જેવા લક્ષણ અનુભવાતા રેપીડ ટેસ્ટ કરાયો હતો. જો કે આ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેઓ હોમ ક્વોરન્ટાઇ થયા હતા.
અનોખો વિકાસ! ગુજરાતની અનોખી યુનિવર્સિટી જ્યાં પરીક્ષામાં કંઇ જ ન લખો તો પાસ થાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સૌથી સ્ફોટક સ્થિતી સુરતમાં જ છે તેવામાં તેઓએ જ માસ્ક નહી પહેરનારને દંડ નહી કરવાનો વિવાદિત નિર્ણય લીધો હતો. જો કે પોલીસ કમિશ્નર દ્વારા આ અંગે બીજા દિવસે જ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોરોના કાળમાં માસ્ક નહી પહેરનાર પાસેથી દંડ વસુલવામાં આવશે. માસ્ક મુદ્દે કોઇ જ ઢીલાઇ આપવામાં આવશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube