અનોખો વિકાસ! ગુજરાતની અનોખી યુનિવર્સિટી જ્યાં પરીક્ષામાં કંઇ જ ન લખો તો પાસ થાઓ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીવર્સિટીમાં એમ.બી.બી.એસ વિભાગમાં 3 વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડની શાહી સુકાઈ નથી ત્યાં ઉત્તરવાહીનો વિડિઓ વાયરલ થતા યુનિવર્સિટી ફરી વિવાદોના ઘેરાવામાં આવી છે. જોકે આ વિડિયો વાયરલ  યુનિવર્સિટીવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ની પરીક્ષા બાદ રીઅસેસમેન્ટની પ્રક્રિયા બાદ 3 વિદ્યાર્થીઓને પાસ કર્યા હોવાનું કૌભાંડ તપાસ સમિતિનાં રિપોર્ટમાં સામે આવવા પામ્યું છે. પરંતુ આ મામલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કારોબારીમાં કોઈ નિર્ણય ન કરવામાં આવતા છેવટે આ મામલો સરકાર સુધી પહોંચતા તેની તપાસ ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનરના નિયામકને સોંપવામાં આવી છે.

અનોખો વિકાસ! ગુજરાતની અનોખી યુનિવર્સિટી જ્યાં પરીક્ષામાં કંઇ જ ન લખો તો પાસ થાઓ

પાટણ : ઉત્તર ગુજરાત યુનિવર્સિટીવર્સિટીમાં એમ.બી.બી.એસ વિભાગમાં 3 વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડની શાહી સુકાઈ નથી ત્યાં ઉત્તરવાહીનો વિડિઓ વાયરલ થતા યુનિવર્સિટી ફરી વિવાદોના ઘેરાવામાં આવી છે. જોકે આ વિડિયો વાયરલ  યુનિવર્સિટીવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ની પરીક્ષા બાદ રીઅસેસમેન્ટની પ્રક્રિયા બાદ 3 વિદ્યાર્થીઓને પાસ કર્યા હોવાનું કૌભાંડ તપાસ સમિતિનાં રિપોર્ટમાં સામે આવવા પામ્યું છે. પરંતુ આ મામલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કારોબારીમાં કોઈ નિર્ણય ન કરવામાં આવતા છેવટે આ મામલો સરકાર સુધી પહોંચતા તેની તપાસ ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનરના નિયામકને સોંપવામાં આવી છે.

આ મામલાની તપાસ હજુ શરૂ થઈ નથી તેવામાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું છે. જેમાં જે ઉત્તરવાહીનો વિડિઓ વાયરલ થયો છે. તે મામલે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, પરીક્ષામાં વિદ્યાર્થીને જે પ્રશ્ન આવડે છે તે લખે છે અને બાકીના જે પ્રશ્ન નથી આવડતા તેના માટે ઉત્તરવાહીમાં જગ્યા છોડી દેવામાં આવે છે. ઉત્તરવાહીમાં પણ ખાસ નક્કી કરાયેલ બ્લેક બોલ પેનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ઉત્તરવાહી તપાસ કરતા અધિકારી તે ઓળખી લે અને બાદમાં તે નક્કી કરાયેલ વિદ્યાર્થીને કોઈ નક્કી કરેલ જગ્યા પર બોલાવીને ઉત્તરવાહીમાં જે જગ્યા છોડી હોય તેમાં વિદ્યાર્થી દ્વારા  ઉત્તર લખાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. 

જો કે હવે આ કૌભાંડ મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ કરે છે. દોશીતો પણ સામે આવે છે પણ અગાઉ ના MBBS ના કૌભાંડની જેમ તપાસ કરી પણ છેવટે સરકારે તેની ફરી તપાસ શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. આવા અનેક કૌભાંડ અંગે વિધાનસભામાં રજુઆત કરી છે. મુખ્યમંત્રીને પણ રજુઆત કરી પણ કમીટી પર કમીટી બનાવી તપાસનું નાટક કરવામાં આવે છે. તો આ ભ્રષ્ટાચાર મામલે સરકારે સીઆઇડી ક્રાઈમને તપાસ સોંપવી જોઈએ. તેવી માગણી ધારાસભ્યએ કરી હતી. સરકાર જો કોઈ નક્કર પગલાં નહીં લે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને ભેગા કરી જન આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news