Girnar Lili Parikrma, ઝી બ્યુરો/જૂનાગઢ: ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. મનપા, વહીવટી વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ લીલી પરિક્રમામાં એક માઠા સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીલી પરિક્રમમાં હાર્ટ એટેકથી 8 લોકોના મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોની ડેડબોડી લવાઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં તમામ મૃત્યુ કુદરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં મોતનું કારણ હાર્ટ એટેક છે. હાલ કહેવામાં આવ્યું છે કે જેમની ઉંમર વધારે છે તેમને એક સાથે આખી પરિક્રમા ન કરવા જણાવ્યું છે. પરિક્રમા સમયે ચેસ્ટ પેઈન જેવું લાગે, ગભરાટ લાગે તો આરામ કરવા અને ટીમોને સંપર્ક કરવા જણાવ્યું છે.


ગિરનારની લીલી પરિક્રમામા કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોતનો મામલે સિવિલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું હતું કે 8 ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવેલ છે. તમામની ઉંમર 50થી વધુ વર્ષની છે. પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ. જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના 3 ભાવિકોના મોત થયા છે. ગત રાતે વિધીવત રીતે લીલી પરિક્રમા શરુ થઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે ભાવિકોની ભીડને જોઈ દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો  પ્રવેશ અપાયો હતો. 


મૃતક નામ


  • મુળજી લોખીલ, (રાજકોટ)

  • મનસુખ ભાઈ,, (રાજકોટ)

  • અરવિંદ સિંધવ (રાજકોટ)

  • પરસોત્તમભાઈ ભોજાણી (જસદણ)

  • હમીર લમકા (અમરસર)

  • રસિક ભરડવા (દેવળા)

  • આલા ચાવડા (ગાંધી ધામ)

  • અરુણ ટેઈલર (મુંબઈ)

  • નટવર લાલ પટેલ (અમદાવાદ)


નોંધનીય છે કે, દર વર્ષે દેવ ઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે.. લીલી પરિક્રમાનો લ્હાવો લેવા અહીં દૂર દૂર થી ભાવિકો આવતા હોય છે.. ધાર્મિક દ્રષ્ટિકોણથી લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ હોય છે..ભગવાન શ્રીકૃષ્ણએ સૌપ્રથમ લીલી પરિક્રમા કરી હોવાનું આપણા પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.


લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. 36 kmની આ પરિક્રમાના જંગલ વિસ્તારના માર્ગમાંથી પગપાળા ચાલી નીકળવું એ દરેક યાત્રી માટે એક અલગ રોમાંચ અને લહાવો હોય હોય છે.. ભવનાથ તળેટીથી ઈટવા ગેટથી પ્રવેશ પામી ભાવિકો ઝીણા બાવાના મઢી, માળ વેલા અને બોર દેવી સહિતના મહત્વના પડાવ પર જઈને ફરી ભવનાથમાં આવતા હોય છે.. ગિરનારના જંગલના માર્ગમાંથી પસાર થવું અને રાત્રિના રોકાણ કરવું તેમજ ખાનપાનની વ્યવસ્થા પણ જંગલ વિસ્તારમાં કરવી જેવી બાબતો અહીં આવતા ભાવિકોને આકર્ષિત કરતી હોય છે.. નાના મોટા હર કોઈ ભાવિકો આ લીલી પરિક્રમાને લઇ ઉત્સાહ હોય છે.. કોઈ પ્રથમ વખત તો કોઈ એકથી વધુ વખત લીલી પરિક્રમા કરવા આવ્યા હોવાનું અહીં જણાવેલ.. પરંતુ ઉત્સાહ તમામમાં એક સરખો જોવા મળતો હોય છે.


પરિક્રમાના વિધિવત પ્રારંભ નિષ્પક્ષ ન હોવાનું જણાવી ગિરનાર છાયા મંડળના સંતોએ આ પ્રસંગનો બહિષ્કાર કરેલ. મહત્વનું છે કે ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો અહીં આવતા હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.