અજય શીલુ/પોરબંદર : તંદુરસ્ત માનવ જીવન માટે સ્વસ્થ પર્યાવરણ અનિવાર્ય છે અને સારા પર્યાવરણ માટે વધુમાં વધુ વૃક્ષો જળવાઈ રહે તે જરુરી છે. ખાસ કરીને લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ જતન થાય તો આવનારી પેઢીઓને પણ સુંદર પર્યાવરણની ભેટ આપી શકીએ. પોરબંદરના રાણીબાગમાં આશરે 100 વર્ષથી વધુ સમયથી અડીખમ ઉભેલા રુખડાના વૃક્ષોએ વાતની સાક્ષી પૂરે છે કે, એક વૃક્ષનું પણ સારી રીતે જતન કરવામાં આવે તો સદીઓ સુધી સારું પર્યાવરણ આપે છે. ત્યારે પોરબંદરમાં આવેલા આ ઐતિહાસિક રુખડાના વૃક્ષ વિશે જાણો તો ચોંકી ઉઠશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલો ગાડીના એવા હિસ્સામાં ડ્રગ્સ છુપાવાયું હતું કે FSL ને શોધતા પણ કલાકો થયા


પોરબંદરના મુખ્ય બજારમાં વર્ષો પૂર્વે રાજાશાહી વખતમાં બનેલ રાણીબાગમા પોરબંદરની ધરોહર સમાન ત્રણ વિશાળકાય થડ ધરાવતા રુખડાના અડીખમ વૃક્ષો આજે પણ હયાત છે. કહેવાય છે કે રુખડાનાવૃક્ષોનુ આયુષ્ય દસકા-સદીઓ નહી પરંતુ હજાર વર્ષ હોય છે. પીરામીડ આકારના 10થી 20 મીટર સુધી ઉંચાઇ ધરાવતા આ વૃક્ષ અંદરથી પોલુ હોય છે. વર્ષના મોટા ભાગમા તે પાન વગર જ રહે છે. આ વૃક્ષની શાખાઓ ચારે તરફ ફેલાયેલી હોય તો વૃક્ષમા આવતા ફૂલ રાત્રિના જ ખીલે છે. તે ફુલને સંપુડી કહે છે. આ વૃક્ષની છાલમાંથી એડિનસોનીસ નામનું કડવું તત્વ એક કાતરા આવતા તાવમાં રાહત આપે છે, તો સાથે જ દોરી દોરડા બનાવવામાં ઉપયોગી છે. 


ગુજરાતનો આ એક જ જિલ્લો આખા દેશનું અર્થતંત્ર ડામાડોળ કરશે કે શું? પોલીસ પણ ચોંકી ઉઠી


અત્યંત ઉપયોગી અને પરોપકારી આ વૃક્ષની હવાથી તેની નીચે બેસવાથી ખાંસી, ઉધરસ અને કફનો નાશ થતો હોવાની પણ માન્યતા છે. આ વૃક્ષ અંગે પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષકે પણ ખુબ મહત્વની જાણકારી આપતા એવું જણાવ્યું હતું કે, વડ પીપળની જેમ લાબું આયુષ્ય ધરાવતા આ રુખડાના વૃક્ષો પણ આયુર્વેદિક ઔષધીથી લઇને અનેકવિધ રીતે પર્યાવરણને ઉપયોગી છે. પોરબંદર તેમજ રાજ્યમાં ખુબ જ ઓછી સંખ્યામાં આ વૃક્ષો જોવા મળે છે, ત્યારે લોકોને પણ તેઓએ આ પ્રકારના વૃક્ષોનું વધુમાં વધુ જતન કરવા અપીલ કરી હતી અને આ વૃક્ષો અંગે વિગતે જાણકારી આપી હતી.


વહુ તો સસરાના ત્રાસથી આત્મહત્યા કરે તેવું સાંભળ્યું હશે પણ અહીં તો જમાઇએ જ...


આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં ગુજરાત સહિત પોરબંદર જેવા દરિયા કિનારો ધરાવતા વિસ્તારમાં પણ લોકો ગરમી અને આકરા તાપમાં શેકાઈ રહ્યા છે તેનું કારણ છે દિવસે-દિવસે ઘટતી જતી વૃક્ષોની સંખ્યા છે. વૃક્ષોનો એક વખત માત્ર ઉછેર કરવાથી પોતાના પરોપકારી પ્રકૃતિ પ્રમાણે તે આજીવન સુંદર સ્વચ્છ હવા પોતાના ફળ-ફુલ અને સુદંર પર્યાવરણની ભેટ આપે છે તેમા પણ રુખડા અને વડ તેમજ પિપળ સહિતના લાબા આયુષ્ય ધરાવતા વૃક્ષોનું એક વખત યોગ્ય રીતે જતન કરવાથી તેમની જાળવણી કરવાથી વર્ષોના વર્ષો સ્વચ્છ અને સુદંર પર્યાવરણની અમુલ્ય ભેટ માણસોને આપે છે. 


સુરત પોલીસની દરેક કામગીરી પર હવે ગાંધીનગરથી ત્રીજી આંખ દ્વારા રાખવામાં આવશે નજર


એક-બે નહીં પરંતુ પાંચ-સાત લોકોના બાથમાં પણ ન આવે તેવું વિશાળકાય થડ ધરાવતા આ વૃક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે તે આફ્રિકા અને મડાગાસ્કરનું મૂળવતની છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાંના સમયમાં આરબ વેપારીઓ દ્વારા આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં લાવવામાં આવ્યું એમ માનવામાં આવે છે. ભારત સહિત ગુજરાતમાં માત્ર થોડી સંખ્યામાં રહેલા આ અનેકવિધ રીતે ઉપયોગી એવા ઐતિહાસિક ધરોહર સમાન રુખડાના વૃક્ષોની જાળવણી માટે પોરબંદર-છાયા નગરપાલિકા દ્વારા પણ તમામ જરુરી તકેદારી લેવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આ ઐતિહાસિક વૃક્ષોનું જતન થાય તે સહિતના પગલાંઓ લેવા માટે પણ પાલિકા દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે.


GUJARAT કચ્છમાં વીજ કનેક્શન અને નર્મદા કેનાલ મુદ્દે કચ્છમાં ખેડૂતોનો હોબાળો


કલ્પવૃક્ષ સમાન રુખડાના આ વૃક્ષો સારા પર્યાવરણ તેમજ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ અનેક રોગના ઉપચારમાં ઉપયોગી છે. આ વૃક્ષની સૌથી મોટી ખાસીયત વિશેષતા તેનુ લાબું આયુષ્ય છે. 100-200 નહી પરંતુ એક અંદાજ મુજબ 2000 વર્ષો સુધી અડીખમ રીતે ઉભાં રહેતા આ પ્રકારના વૃક્ષોનુ જો ખરી રીતે જતન કરવામાં આવે તો એ વાતની જરુરથી કલ્પના કરી શકીએ કે તમામ વિશ્વને એક સુંદર સ્વસ્થ હવા પર્યાવરણીય વાતાવરણ મળી શકે તેમ છે. પરંતુ જરુર છે આ પ્રકારના વૃક્ષોના જતનની જે ગ્લોબલ વોર્મિંગ સહિતના પડકારોની સામે ટકરાય એક સુંદર વિશ્વની માનવીઓને ભેટ આપી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube