મહેસાણામાં અનોખો પ્રયોગ! લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ પણ તમારા માતા-પિતાની મંજૂરી લો...
મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખનું અનોખું અભિયાન છે. શાળા સંચાલક મંડળ ના પ્રમુખ મનુભાઈ ચોકસી જિલ્લાની તમામ શાળાના વિધાર્થી વિદ્યાર્થિનીઓને આ પ્રકારે પ્રતિજ્ઞા લેવડાવે છે.
તેજસ દવે/મહેસાણા: લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ પણ તમારા માતા-પિતાની મંજૂરી લો...આ પ્રતિજ્ઞા મહેસાણાની શાળાઓમાં સામાજિક આગેવાન મનુભાઈ ચોકસી વિદ્યાર્થીનીઓને લેવડાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં લગ્ન કર્યા પહેલા વાલી ની મંજુરી ફરજિયાત લેવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે.
ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?
મહેસાણા શાળા સંચાલક મંડળના પ્રમુખનું અનોખું અભિયાન છે. શાળા સંચાલક મંડળ ના પ્રમુખ મનુભાઈ ચોકસી જિલ્લાની તમામ શાળાના વિધાર્થી વિદ્યાર્થિનીઓને આ પ્રકારે પ્રતિજ્ઞા લેવડાવે છે. જેમાં હું માતા પિતા ની સંમતિ વગર લગ્ન નહીં કરું, તેવી અત્યાર સુધી મનુભાઈ ચોકસીએ 200 કરતા વધુ માધ્યમિક શાળાઓમાં વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે.
'નાયક' ફિલ્મના અનિલ કપૂર બની રહ્યા છે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ,સીધી અહી કરો ફરિયાદ
પ્રેમ લગ્નને કારણે ઉભી થતી સ્થિતિ અને અપરિપક્વ વયે દીકરીઓ ભાગી જવાના બનાવોને રોકવા અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાની તમામ માધ્યમિક શાળામાં મનુભાઈ ચોકસી આ પ્રકારે પ્રતિજ્ઞા લેવડાવી રહ્યા છે. આ ઉપરાંત મનુભાઈ ચોકસી યુવક યુવતીઓના લગ્ન કરવાની ઉંમરમાં પણ વધારો કરવા માંગણી કરી રહ્યા છે.
મોતના રસ્તે અમેરિકા જવા કરતા ગામડે ખેતી કરવી સારી, એજન્ટો ગુજરાતીઓને વચ્ચેથી જ ગાયબ
જેમાં યુવતીની 18ની જગ્યાએ 21 વર્ષ લગ્ન માટે હોવી જોઈએ અને યુવકની ઉંમર 21 ની જગ્યાએ 25 વર્ષ લગ્ન માટે કરવા માંગ કરી રહ્યા છે. જેથી યુવક યુવતી લગ્ન કરવા સમયે પરિપક્વ હોય. અને આ કરવાથી લવ જેહાદ જેવી ઘટનાઓ પણ અટકશે તેવું મનુભાઈ પટેલ જણાવી રહ્યા છે.
જૂનાગઢમાં ઘોડિયામાં પોઢેલી 6 માસની બાળકી ગુમ; 400 મીટર દુર નદીમાં ફેંકી, થયો ખુલાસો