જૂનાગઢમાં ઘોડિયામાં પોઢેલી 6 મહિનાની બાળકી ગુમ; 400 મીટર દુર નદીમાં ફેંકી, હવે થયો મોટો ખુલાસો

બાળકી ત્રિશાના પિતા હિરેન પરમાર તેની પત્નિ અને તેમના માતા પિતા સાથે માતર વાણીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા હતા. બાળકીના પિતા રૂમ બહાર આંખના રોગના કારણે અલગ સુતા હતા, જ્યારે હિરેન પરમારના માતા પિતા અલગ રૂમમાં હતા.

જૂનાગઢમાં ઘોડિયામાં પોઢેલી 6 મહિનાની બાળકી ગુમ; 400 મીટર દુર નદીમાં ફેંકી, હવે થયો મોટો ખુલાસો

અશોક બારોટ/જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે ગઈ કાલે 6 માસની માસુમ બાળકી ગુમ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. 

બાદમાં આ મામલે ડોગ સ્કોડ અને એફએસએલની મદદ દ્વારા બાળકીની શોધ ખોળ હાથ ધરાઈ હતી. સાંજે બાળકીનો મૃત દેહ નદીમાંથી મળી આવ્યો હતો. જેમાં બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન નહોતા. જેથી કોઈ હિંસક પશુ બાળકીને ખસેડી લઇ ગયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નહોતું. ઉંડાણ પૂર્વકની તપાસમાં બાળકીની માતાએ જ તેની હત્યા નીપજવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઘર કંકાસના કારણે માતાએ તેની લાડલીને મોતને ઘાટ ઉતારી હતી.

મહત્વનું છે કે બાળકી ત્રિશાના પિતા હિરેન પરમાર તેની પત્નિ અને તેમના માતા પિતા સાથે માતર વાણીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા હતા. બાળકીના પિતા રૂમ બહાર આંખના રોગના કારણે અલગ સુતા હતા, જ્યારે હિરેન પરમારના માતા પિતા અલગ રૂમમાં હતા. ત્રિશા અને તેની માતા એકલા રૂમમાં સુતા હતા અને તેણે જ મોત નીપજવી નદીમાં ફેંકી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news