ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી!
ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી.
ભરત ચુડાસમા/ભરૂચ: પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી. છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી.
ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની કરી જાહેરાત, જાણો ગુજરાતમાંથી કોની લાગી લોટરી
જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે. લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા છે અને અમે ખુબ ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે. ભારતીબહેન ચાલી શકે તેમ હતાં. છતાં તેમણે પોતાની કરતાં વધુ વિકલાંગ વ્યકિત સાથે લગ્ન કેમ કર્યા તેવું પુછતાં ભારતીબેન જણાવે છે કે, " વિકલાંગતા તો શરીરની હોય છે. મનની નહીં. શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના છે.
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર
ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે. આ વિશિષ્ટ દંપતીની કહાનીમાં ડોકીયુ કરીશું તો પ્રેમની અલગ જ વ્યાખ્યા જાણવા મળી. પોતાના જીવન અને લગ્ન વિશે મનુભાઈ પ્રજાપતિ કહે છે કે, " હું મુળ જંબુસર તાલુકાનાં છેવાડાના ગામ કાવીનો વતની છું. હું જન્મથી વિકલાંગ નહોતો પરંતુ પોલીયોની રસી લીધી ત્યાર પછી રીએકશન આવતા હું બંને પગે અપંગ થઈ ગયો છતાં મેં હિંમત હારી નહી.
રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા, માંડવિયા આઉટ, શું લોકસભા ચૂંટણી લડાવશે ભાજપ?
દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બેને એક બીજાને ગુલાબ આપી તેમજ કેક કટીંગ કરી એક બીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી. આજનો યુવાનોને સંદેશ આપતાં બંનેએ જણાવ્યુ હતું કે, જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે છે. એટલે શારીરીક ખુબી કે ખામી જોવાના બદલે એકબીજાનાં વિચારો જાણી લો.
અનાજ ચાઉં કરવાનું કૌભાંડ સામે આવ્યું: અધિકારીને કાર્યવાહી ન કરવા કોણે કર્યો ફોન?
જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો. બાકી શારીરીક આકર્ષણ અને 5જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરુ થાય છે એટલો જ વહેલો પુરો પણ થઈ જશે.