અનાજ ચાઉં કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું: અધિકારીને કાર્યવાહી ન કરવા કોણે કર્યો ફોન?

પંચમહાલ ગરીબોનું અનાજ ચાંઉ કરી જવાનો મામલો. સામે આવ્યો હતો. જેમાં સરકારી અધિકારીને પ્રદેશના એક નેતાએ ફોન કરીને જવાબદાર આરોપી સામે કાર્યવાહી ન કરવા કહ્યું હતું. 

અનાજ ચાઉં કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું: અધિકારીને કાર્યવાહી ન કરવા કોણે કર્યો ફોન?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર સામે આવ્યું મસમોટું અનાજ કૌભાંડ. સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આ કૌભાંડ આચરવામાં આવતું હતું. ગોધરામાં ગરીબોનું અનાજ ચાઉં કરી જવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા ઉભી થઈ છે. ડુપ્લિકેટ સોફ્ટવેરના સહારે અનાજ ચાઉં કરી જતાં હતા.

ત્યારે આ સમગ્ર મામલામાં ગુજરાતના મોટા નેતાનો અધિકારી પર પોલીસ ફરિયાદ ન કરવા ફોન આવ્યો હોવાની વાતે હડકંપ મચાવ્યો છે. જેમાં આ રેકેટની અંદર જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાની ભલામણ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શ્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખના નામે જિલ્લા પુરવઠા અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો. 82647 11111 મોબાઈલ નંબર પરથી કરવામાં આવી હતી કાર્યવાહી ન કરવા માટેની ભલામણ. ફોન નંબર રામસીભાઈ કરંગીયાનો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગરીબોનું અનાજ ડુપ્લિકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે. પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ ન કરવા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાને ફોન આવતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

રામસિંહભાઈ તમે આવી ભલામણ કરી હતી? 
રામસી કરંગિયા, નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં પોતાની ભૂલ કબુલી લીધી. તેમણે કહ્યું કે મારી ભૂલ હું સ્વીકારું છું. મારે જાણ્યા વિના અધિકારીને કોઈ વ્યક્તિ વિશે ભલામણ ન કરવી જોઈએ. જોકે, કોઈ કાળા બજારીને છોડી દેવાની વાત મેં કરી નથી. જે કાયદેસર થતું હોય એ કરવું જ જોઈએ.

આરોપી સામે કાર્યવાહી ન કરવા ફોન આવ્યો હતો-
એચ.ટી.મકવાણા, જિલ્લા પુરવઠા અધિરકારીએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં એવો આક્ષેપ કર્યો કે જે વ્યક્તિ ડુપ્લીકેટ સાઈટથી અનાજનું કૌભાંડ આચરી રહ્યો હતો તેની સામે  કોઈ કાર્યવાહી કરવાની નથી એવો મને ફોન આવ્યો હતો. કાર્યવાહી ન કરવા મારી પર દબાણ કરાયું હતું. જોકે, મેં રાત્રે આ અંગે પોલીસ ફરિયાદ કરાવીને આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news