હિમાંશું ભટ્ટ/મોરબી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજરોજ જન્મદિવસ હોય દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે, અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને 72 ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72 મો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં દરેક શહેર, જિલ્લા અને ગામડાઓ સુધી તેના જન્મદિવસની સેવાકીય કામ કરીને તેમજ કેક કટીંગ કરીને જુદી જુદી રીતે ઉજવણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે 72 ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે.



આજે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ગાયો માટે સુખડી બનાવવા માટેની કામગીરી સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવી રહી છે, અને દરરોજ ત્રણથી પાંચ ટન જેટલી સુખડીનો પ્રસાદ બનાવીને ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશોને આપવામાં આવશે. ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ ગાય માતાના નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ મળે તેવી શુભ ભાવના સાથે 72 ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube