નરેશ ભાલીયા/રાજકોટ : જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં રક્ષાબંનધનનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. અહીં હળીયું દોડ એટલે કે હળદોડ થાય છે. ખાસ રીતે અહીં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેનું ભવિષ્ય જોવામાં આવે છે. જેતલસર ગામમાં સવારે રક્ષાબંધનના તહેવાર બાદ બપોર બાદ અહીં ગામ લોકોને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ એક વિધિ કરવામાં આવે છે. આ વિધિ ખુબજ ખાસ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોમતીપુરમાં યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું, પછી તરૂણીએ પણ...


જેમાં પ્રથમ તો 4 ઘડા એટલે કે નાની માટલી લેવામાં આવે છે. જેને આપણા 4 મહિનાના નામ આપવા આવે છે. જેમાં જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો એમ નામ મુકવામાં આવે છે. તેની સાથે 4 ખેડૂતોને બોલાવી તેના હાથે તેને પાણીથી ભરવામાં આવે છે. આ ભરેલા ઘડાનું ભૂમિપુત્રોના હાથે પૂજન કરવામાં આવે છે. તેનું અમુક સમય બાદ તેની અંદર રહેલા પાણીનું નિરીક્ષણ કરીને આવતા વર્ષેના વરસાદનો વરતારો કરવામાં આવે છે. વરસાદ કેવો રહેશે તેનું અનુમાન આ ઘડાઓના આધારે થાય છે. 


D Mart: જો તમારા ફોનમાં ડી-માર્ટના નામે ડિસ્કાઉન્ટની લિંક આવે તો ચેતી જજો


જે મુજબ આવતા વર્ષે એટલે કે 80 થી 90 % ટકા વર્ષ રહેવાની શક્યતા જોઈ હતી. આ વિધિમાં સાથે ખેતરમાં વપરાતા હળનું પૂજન પણ કરવામાં આવે છે. ત્યારબાદ જે ભૂમિપુત્રોએ ઘડાનું પૂજન કરેલું હોય તેઓની એક હડી એટલે કે દોડ લગાવવામાં આવે છે. તેમાં જે જીતે તે વિજેતાને ગિફ્ટ સ્વરૂપે હળ આપવામાં આવે છે. આ અનોખી પરંપરાનું દર વર્ષે પાલન કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube