D Mart: જો તમારા ફોનમાં ડી-માર્ટના નામે ડિસ્કાઉન્ટની લિંક આવે તો ચેતી જજો

ફેબ્રુઆરી 2021માં પણ આજ પ્રકારની લિંક સાયબર સ્પેસમાં ફરતી હતી. તેજ પ્રમાણે જાન્યુઆરી 2018માં પણ 2500ના વાઉચરની ફેક લિંક (Fake Link) સાયબર સ્પેસમાં સામે આવી હતી. 

D Mart: જો તમારા ફોનમાં ડી-માર્ટના નામે ડિસ્કાઉન્ટની લિંક આવે તો ચેતી જજો

હાર્દિક દિક્ષિત, વડોદરા: જો તમારા ફોનમાં ડી-માર્ટ (D Mart) ના નામે ડિસ્કાઉન્ટ (Discount) ની લિંક આવે તો ચેતજો, નહીં તો ફાયદાની જગ્યાએ ભારે નુકશાન થશે. આજકાલ વોટ્સએપ (Whatsapp) પર D Mart ની 20મી વર્ષગાંઠ નિમિત્તે ભારે ડિસ્કાઉન્ટ આપતી એક લિંક ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ વાયરલ થયેલી લિંક પાછળ નું શુ છે સત્ય??? શું ખરેખર D Mart આપી રહ્યું છે.

વડોદરા (Vadodara) શહેર સહિત રાજ્યભરના સોશિયલ મીડિયા (Social Media) માં જાણીતી રીટેઈલ ચેઈન ડી-માર્ટ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરીને રૂપિયા પાંચ હજાર સુધીની ડિસ્કાઉન્ટ કૂપનનો દાવો કરતી લિંક વાયરલ (Viral Link) થઈ રહી છે. જોકે આ લિંક વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેરના સાયબર સિક્યોરિટી (Cyber Security) એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા લોકોને ચેતવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની લિંક તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. જેથી તેનાથી સાવધાન રહેવાની જરૂર છે.

આ લિંકનું સાયબર સિક્યોરિટી (Cyber Security) એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા 360 ડિગ્રી એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તમામ ચકાસણી પૂર્ણ કર્યા બાદ તેમણે નોંધ્યું છે કે, ફેબ્રુઆરી 2021માં પણ આજ પ્રકારની લિંક સાયબર સ્પેસમાં ફરતી હતી. તેજ પ્રમાણે જાન્યુઆરી 2018માં પણ 2500ના વાઉચરની ફેક લિંક (Fake Link) સાયબર સ્પેસમાં સામે આવી હતી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં જે લિંક સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઈ છે, જે અગાઉના તમામ ડીમાર્ટ ફેક લિંકની તુલનાએ સૌથી વધુ ઘાતક સ્વરૂપ ધરાવે છે. તેમજ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી ફેલાઈ રહી છે. તેમજ તાજેતરમાં જ ડીમાર્ટ (D Mart) ના માલિક રાધાકિશન દામાણી દુનિયાના 100 ધનાઢ્ય લોકોની યાદીમાં પોહચ્યાં એટલે થોડાક દિવસમાં તે બાબતોને લઈને પણ ફેક લિંક કે ગિફ્ટ કાર્ડ આવી શકે છે.

ડીમાર્ટ (D Mart) ના નામે વાયરલ થયેલી આ લિંકમાં ડોમેઈન નેમ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. સાથેજ “વુ ઇઝ ” (Who Is) ડિટેઇલને પણ હાઇડ કરવામાં આવી છે. આ લિંકમાં ડોમેઈન રજીસ્ટ્રેશનમાં યુઝર્સને છેતરવા માટે ટોપ લેવેલના નેક્સ્ટ જનરેશન ડોમેઈનના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારના સમયમાં સંપૂર્ણ દુનિયામાં સાયબર અપરાધીઓની પ્રથમ પસંદગી .xyz ડોમેઈન એક્સટેન્શન બની ચૂક્યું છે. જેનો ખાસ કરીને યુઝરના ડિવાઇસમાં સ્પાય કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ડીમાર્ટની લિંક પણ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અત્યારની લિંક યુઝરના મોબાઈલના કોન્ટેક અને ગેલેરી પર તરાપ મારી રહી છે. સાથેજ લોગ ડેટાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર પર મોકલી રહી છે.

પ્રાથમિક દર્ષ્ટીએ આ લીંક દ્વારા લોકોના નામ, મોબાઈલ નંબરસહિતની વિગતો ભેગી કરવાનું કાવતરૂ જોવા મળી રહ્યું છે. સાયબર ગઠીયાઓ દ્વારા આ પ્રકારની લીંક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. જેથી લાલચમાં આવીને લોકો લીંકમાં પોતાની વિગતો ભરે અને તેના દ્વારા ગઠીયાઓને લાભ મળે. આ અગાઉ પણ આવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. જેમાં સાયબર ગઠીયાઓ દ્વારા આવી લિંક સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ કરવામાં આવી હોય છે. ઉપરાંત કેટલાંક સાયબર ગઠીયાઓ આબેહૂબ સરકારી વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપીંડી (Froud) કરતાં હોય છે. જેથી જ્યાં સુધી કોઈ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ આવી લીંકનો ઉપયોગ કરવો ન જોઈએ. સાથે આવા ઓનલાઈન ઠગોથી સાવધાન રહેવું જોઈએ.

આ પ્રકારની લિંક તમારી પાસે આવે તો આટલું ધ્યાન ખાસ રાખવું

1) આવી કોઈ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહીં કે તેને ફોરવર્ડ કરવી નહીં.

2) જો લિંક પર ક્લિક કરેલ હોય તો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરવો અને તમામ લોગીન ક્રેડેન્શિયલ ના પાસવર્ડ બદલવા.

3) સોશિયલ મીડિયા માં ઓટો ડાઉનલોડ ઓફ રાખવું.

4) જરૂર ના હોય તો ડેટા કનેક્શન પણ ઓફ રાખવુ પરિણામે ઝીરો ક્લિક એટેક થી બચી શકાય.

5) લાલચ આપતી તમામ ઓફરો થી દૂર રહેવું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news