બુરહાન પઠાણ/આણંદ: ખાંધલી ગામમાં વાવાઝોડામાં ધરાશાઈ થયેલા પીપળાનાં ઝાડને ક્રેઈન વડે ફરી ઉભો કરીને તેને નવપલ્લવીત કરવામાં આવ્યો હતો અને પીપળાનાં ઝાડને કુંપણો ફુટતા ગ્રામજનો દ્વારા પીપળાનાં ઝાડ પાસે હવન કરી પુજા અર્ચના કરી પીપળાનાં વૃક્ષોનો ઉછેર કરી તેને બચાવવાનો અનોખો સંદેશ આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો જોરદાર રાઉન્ડ,16 ઈંચ વરસાદથી આ વિસ્તારો થશે જળબંબાકાર


હિન્દુધર્મમાં પીપળાનાં વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પિપળનાં વૃક્ષ અને તેના પાંદડાની પુજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પીપળના મૂળમાં પરમપિતા બ્રહ્મા, દાંડીમાં ભગવાન વિષ્ણુ  અને ઉપરના ભાગમાં મહાદેવનો વાસ છે. આણંદનાં ખાંધલી ગામમાં દાયકાઓ જુનું ધેધુર પીપળાનું ઝાડ આવેલું હતું અને ગ્રામજનો તેની પુજા અર્ચના કરતા હતા. ત્યારે આજથી એક માસ પૂર્વે ફુંકાયેલા વાવાઝોડામાં આ ધેધુર પીપળાનું ઝાડ ધરાશાઈ થતા ગ્રામજનોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.


Rs 2000 Note: લોકોને ખબર પણ નહીં હોય, 2000ની નોટ પાછી ખેંચવાના છે અનેક ફાયદા


ગામનું દાયકાઓ જુનું પીપળાનું વૃક્ષ ધરાશાઈ થતા અમેરિકામાં રહેતા ખાંધલીનાં મૂળ રહીશ ભરતભાઈ પટેલને જાણ થતા તેઓએ ગામનાં સરપંચ ભરતસિંહ સોલંકી અને ગ્રામજનોને સંપર્ક કર્યો હતો અને ધરાશાઈ થયેલા પીપળાનાં ઝાડનાં થડને ફરી ઉભુ કરવા અને તે માટે જે કાંઈ ખર્ચ થાય તે પોતે આપવાની તૈયારી બતાવતા ગામનાં સરપંચ અને ગ્રામજનો દ્વારા બે ક્રેઈન અને જેસીબી મશીનથી ધરાશાઈ થયેલા પીપળાનાં ઝાડનાં થડને તેનાં નિયત સ્થળે પુનઃ ઉભુ કરવામાં આવ્યું હતું અને થડની ચારે તરફ માટીનું પૂરાણ કરવામાં આવ્યું હતું.


એક્શન અવતારમાં જોવા મળશે ધનુષ, આનંદ એલ રાયની 'તેરે ઈશ્ક મેં' ફિલ્મનું ટીઝર રિલીઝ


ધરાશાઈ થયેલું પીપળાનું ઝાડ ઉભુ કર્યા બાદ તેને પણ કુંપણો ફુટતા પીપળાનું ઝાડ નવપલ્લવીત થતા ગ્રામજનોમાં ઉત્સાહ પ્રવર્તી ઉઠયો હતો અને ગામનાં સરપંચ ભરતસિંહ સોલંકી તેમજ ગ્રામજનો દ્વારા નવપલ્લવીત થયેલા પીપળાનાં ઝાડ પર પુષ્પાંજલી અર્પણ કરી હવન કરી પીપળાનાં વૃક્ષની પુજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ પર્યાવરણ બચાવવા માટે પીપળા સહીતનાં વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો.


ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા


ધરાશાઈ થયેલા પવિત્ર પિપળાનાં ઝાડને બચાવવા માટે ગ્રામજનો દ્વારા ભારે ઝહેમત ઉઠાવી તેમજ પીપળાનું ઝાડ નવપલ્લવીત થતા હવન કરી પીપળાની પુજા અર્ચના કરી અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું. 


World Cup 2023: વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, ICC અને BCCI એ ઠુકરાવી આ માંગ