Rs 2000 Note: લોકોને ખબર પણ નહીં હોય, 2000ની નોટ પાછી ખેંચવાના છે અનેક ફાયદા

GDP of India: એસબીઆઈના રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટને બંધ કરવાથી જીડીપીને પણ ફાયદો મળી શકે છે. 2000 રૂપિયાની નોટને બંધ કરવાથી વપરાશમાં અચાનક તેજી જોવા મળી છે, જેની અસર જીડીપી પર પડી શકે છે. 

Rs 2000 Note: લોકોને ખબર પણ નહીં હોય, 2000ની નોટ પાછી ખેંચવાના છે અનેક ફાયદા

2000 Note: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હાલમાં 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. આ સાથે લોકો 30 સપ્ટેમ્બર સુધી બેન્કોમાં બે હજાર રૂપિયાની નોટો જમા કરી શકે છે કે પછી ત્યાં બદલાવી શકે છે. તો બે હજાર રૂપિયાની નોટને પરત લેવાથી એસબીઆઈ તરફથી ફાયદાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટને પરત લેવી દેશની બેન્કિંગ સિસ્ટમ માટે ફાયદાકારક રહેશે. આ સાથે એસબીઆઈની સ્ટડીમાં ઘણી વાત જણાવવામાં આવી છે. આવો જાણીએ તે વિશે...

લોન રિપેમેન્ટમાં વધારો
એસબીઆઈ સ્ટડી પ્રમાણે 2000 રૂપિયાની નોટ બંધ થવાથી લોનના રિપેમેન્ટમાં વધારો થઈ શકે છે કારણ કે 2000 રૂપિયાની નોટ બંધ થવાથી ડિપોઝિટ વધવાની આશા છે. તેનાથી અલગ-અલગ લોન ધારક બેન્કમાં લોનનું રિપેમેન્ટ કરી શકે છે. 

લોન આપશે બેન્ક
2000 રૂપિયાની નોટ જેમ-જેમ બેન્કોની પાસે આવતી જશે, તેમ-તેમ બેન્કોની પાસે રોકડ વધતી જશે. વધેલી રોકડનો ઉપયોગ બેન્ક લોન આપવા માટે કરી શકે છે. તેવામાં બેન્ક પાસે લોન આપવા માટે એક મોટી તક છે. 

કેશ ઓન ડિલીવરીમાં વધારો
2000 રૂપિયાની નોટને ચલાવવા માટે લોકો કેશ ઓન ડિલીવરીનો વિકલ્પ ખુબ પસંદ કરી રહ્યાં છે. તેનાથી દેશમાં રોકડનો પ્રવાહ વધી રહ્યો છે. લોકો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઓન ડિલીવરીનો વિકલ્પ પસંદ કરી 2000 રૂપિયાની નોટથી પેમેન્ટ કરી રહ્યાં છે. તેનાથી કેશ ઓન ડિલીવરીમાં પણ તેજી આવી છે.

જીડીપીને ફાયદો
એસબીઆઈના રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટને બંધ કરવાથી જીડીપીને ફાયદો મળી શકે છે. 2000 રૂપિયાની નોટ બંધ કરવાને લીધે વપરાશમાં અચાનક તેજી જોવા મળી છે, જેની અસર જીડીપી પર પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news