ઉદય રંજન/અમદાવાદ: હોળી અને ધુળેટીના તહેવારને લોકો મન મૂકીને ઉજવ્યો હતો. ત્યારે જ અમદાવાદમાં પણ પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં બિયરના ટીન સાથે એક ગ્રુપે પણ ધુળેટીની ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બિયરની ટીન સાથે વાયરલ થયેલ વિડીયો મામલે ફરિયાદ નોંધાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસની મોટી વાતો કરતા ગુજરાતી સાંસદોની કંજૂસાઈનો છે આ અહેવાલ, કયા મોંઢે માગશો મત


અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પાસેની એક સોસાયટીમાં ધુળેટીના દિવસે ઉજવણી દરમિયાન બિયર ની ટીન સાથે ઉજવણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. જેમાં સાત લોકો ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હરીદર્શન સોસાયટીમાં 25મી માર્ચે ધુળેટીની ઉજવણી દરમિયાન એક મહિલા બિયરની એક બોટલ માથે રાખીને સાતથી આઠ લોકો ઉજવણી કરી રહ્યા હતા.


Loksabha Election 2024: ગુજરાતમાં ઘેરાયા મોદી સરકારના મંત્રી, ચૂંટણી પંચમાં મામલો... 


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના આધારે પોલીસે વીડિયોમાં જોવા મળી રહેલી એક મહિલા અને બે પુરુષો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં જગદીશ નારાયણભાઈ પટેલ, માનવ સરજુ ભાઈ પટેલ અને સંગીતાબેન પરષોત્તમભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે. 


પરેશ ધાનાણી ફરી છવાયા! લખ્યું; રૂપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા...'


પોલીસ તપાસમાં વીડિયોમાં જોવા મળતા અને જેની સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું છે કે બીયરની બોટલ તમને રસ્તામાં મળી હતી અને માત્ર વિડીયો ઉતારવા માટે તમને બોટલ લઈને માથા પર મૂકી વિડીયો ઉતાર્યો હતો. આ મામલે ત્રણ ની ધરપકડ બાદ જમીન પર છુટકારો કરવામાં આવ્યો છે.