ભાજપમાં ટિકિટના કકળાટ વચ્ચે પરેશ ધાનાણીએ કવિતા લખી, કહ્યું; રૂપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા...'

Gujarat Politics 2024: ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે ગુજરાત કોંગ્રેસમાં ગેલમાં આવી જઈને નેતાઓ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે બીજું એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.

ભાજપમાં ટિકિટના કકળાટ વચ્ચે પરેશ ધાનાણીએ કવિતા લખી, કહ્યું; રૂપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા...'

Loksabha Election 2024: ગુજરાતના રાજકારણમાં હાલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરનો ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર જૂના અંદાજમાં આવી ગયા છે અને ટ્વીટર પર કવિતા સ્વરૂપે ભાજપની મઝા લઈ રહ્યા છે. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે ગુજરાત કોંગ્રેસમાં ગેલમાં આવી જઈને નેતાઓ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે બીજું એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે.

ટ્વીટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણીએ ફરી એકવાર ટ્વીટ કરીને ચકચાર મચાવી છે. ‘શિસ્તબદ્ધ’ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં  એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનુ નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ચિંતામાં મૂકાઇ છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયુ છે. આવી સ્થિતિ ઉભી થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા. હવે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પણ પોતાની સટાયર કવિતાઓ સાથે મેદાનમાં આવ્યાં છે. ભાજપની વર્તમાન સ્થિતિ અંગે પરેશ ધાનાણીએ પ્રહાર કરતું એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે...

"હા પાડીને, હેઠા બેસાડયા"
ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
નારણભાઈની નાડ ઢીલી,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,

અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!

#2004નુ_પુનરાવર્તન_પાક્કુ

 

ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
નારણભાઈની નાડ ઢીલી,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,

અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!#2004નુ_પુનરાવર્તન_પાક્કુ

— Paresh Dhanani (@paresh_dhanani) March 27, 2024

મહત્વનું છે કે, પરેશ ધાનાણીએ કવિતા દ્વારા ભાજપ પર પ્રહાર  કર્યો છે. ધાનાણીની કવિતામાં ભીખુસિંહ અને રંજનબેનનો પણ ઉલ્લેખ છે. આ સિવાય નારણભાઈ, ધડૂક, રૂપાણી, કેસી પટેલ સાથેના અન્યાયનો પણ ઉલ્લેખ છે. તેમણે ભારતીબેન શિયાળથી લઈ કે.સી પટેલ ને નિતીન પટેલની સ્થિતિને પણ કટાક્ષ સાથે કવિતામાં વર્ણવી છે.

સોશિયલ મીડિયામાં પરેશ ધાનાણી vs યજ્ઞેશ દવે 
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "કમલમ" માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004 નુ પુનરાવર્તન પાક્કુ.! 

No description available.

ધાનાણીના પ્રહાર સામે ભાજપનો વળતો પ્રહાર
કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનાર ના શરણમાં મુકવી પડી. રાજકોટથી પરેશ ધાનાની ની ટનાં ટન  "ના ". અમરેલીથી પ્રતાપ દુધાત ની ટનાં ટન "ના". અમદાવાદ પુર્વથી રોહન ગુપ્તા ની ટનાં ટન "ના". આણંદથી ભરત સોલંકી ની ટનાં ટન "ના". પાટણથી જગદીશ ઠાકોરની ટનાં ટન "ના". અમદાવાદ પુર્વથી હીંમતસિહ પટેલ ની ટનાં ટન "ના". અમદાવાદ પશ્ર્ચિમથી શૈલેષ પરમાર ની ટનાં ટન "ના"

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news