ગૌરવ પટેલ/ અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલી યોજી પેટા ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓએ રેલીનું સંબોધન કરી ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજયમાં ખેડૂત વિદ્યાર્થી યુવા મહિલા અને મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિને ઉજાગર કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીને સંબોધન કરતાં કહ્યુ કે, સમાજના તમામ વર્ગ અને વિસ્તારના લોકો સરકારની નિતિ અને નિયતથી ત્રસ્ત છે.  પ્રજાના આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાની નિતિના કારણે કોરોનાનુ આગમન થયું અને નમસ્તે ભાઉના કારણે સમગ્ર ગુજરાતમાં ફેલાયો તો લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર છીનવાયા કોરેનામાં લોકોને આશા હતી કે સરકારની સારી આરોગ્ય સેવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી પરિપત્ર બાદ FRC ની વેબસાઇટમાંથી ટ્યુશનફી જ ગાયબ, શાળાઓની દાદાગીરી યથાવત્ત


જો કે તે આશા ઠગારી નિવડી લોકોને લાખો રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી કોરોના કાળની મહામારીનાં પણ સરકાર નફો રળવામા લાગી વેન્ટીલેટરનુ કૌભાંડ હોય કે ઇન્જેક્ષનનું કૌભાંડ છેક ખીચડી કૌભાંડ સુધી પહોંચું ખેડૂતોની સ્થિતિ તો ખૂબ દયનિય છે. કાળા કાયદાના કારણે એપીએમસી ખતમ થઇ જશે મોટી કંપનીઓ કોન્ટ્રાકટ ફાર્મિંગના નામે ખેડૂતોનું શોષણ કરશે. લાંબા સમય સુધી સર્વે ના થાય વીજળીના મળે કોઈ સહાય ના મળે. ૧૫ દિવસમાં સર્વે કરી સહાય ચુકવાની જાહેરાત માત્ર જાહેરાત રહી ખેડૂતો રસ્તા પર ઉતર્યા.


ઘરફોડ ચોરો પર અમદાવાદ ગ્રામ્ય LCB એ સકંજો કસ્યો , ૭ આરોપીઓને ઝડપી ૩૦ ગુનાનો ઉકેલ્યો ભેદ ચોરીની રિવોલ્વર કબ્જે


કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો પણ સરકારને કોઈ અસર ના થઇ ગુજરાત અને દેશના ખેડૂતોએ રશી શોધી લીધી છે. આવનારી વિધાનસભાની પેટા ચુંટણી તથા સ્થાનિક સ્વરાજની ચુટંણી માં ભાજપ રૂપી કોરોનાને દુર કરી દેશે આઠ વિધાનસભા ની પેટા ચુંટણી કેમ આવી તે સવાલ ઉમેદવારને કરવાનો છે. પ્રજાએ પાંચ વર્ષ માટે ચૂંટ્યા હતા તો અઢી વર્ષેમાંજ કેમ પ્રજા સાથે દગો કર્યો. જેટલા જવાબદાર કરોડના રૂપિયા લઇ પ્રજાના જનાદેશનો દ્રોહ કરનાર છે તેનાથી વધારે જવાબદાર કરોડો રૂપિયા ખર્ચી જનાદેશ ખરીદનાર છે. પૈસા માટે પાર્ટી છોડા અને તમારો મતનો અનાદર કર્યો પેટા ચૂંટણીમાં પક્ષ પલ્ટુ ને જાકારો આપજો અને પ્રશ્ન પૂછજો કેમ પાર્ટી છોડી.


પ્રધાનમંત્રી મોદીનું દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનુ સુરતીઓએ કર્યું પૂરુ


રાજીવ સાતવે ભાજપ પર પ્રહારો કર્યા...
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યુકે, શા માટે કોંગ્રેસે આજે જન આક્રોશ રેલી કરવી પડી શા માટે રાજ્યમાં આઠ વિધાનસભા ની પેટા ચુંટણી આવી તે સવાલ કોગ્રેસ સરકારને પુછી રહી છે સંસદના સત્રમાં કેન્દ્ર સરકાર કૃષિના સુધારા વિધેયક લાવ્યા વિપક્ષે તેમાં વાંધા ઉઠાવી સુધારો માંગ્યો તો સરકારે દાવો કર્યો કે ખેડૂતો દેશમાં ગમે ત્યાં ખેત ઉત્પાદનો વેચી શકશે. જોકે ખેડૂત અગાઉ પણ જ્યાં વધારે ભાવ મળતો હતો ત્યાં વેચાણ કરતો નવા કાયદાઓથી ટેકાના ભાવો પુર્ણ થઇ જશે સરકારે દરેક મોટા સરકારી સાહસો કંપનીઓને વેચ્યા આ સરકાર ખેડૂતને ખેંત મજુર બનાવવા તરફ જઇ રહી છે. કાળા કાયદા લાવી છે કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધીના ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ગુજરાત ના ખેડૂતો પણ તેમાંથી પાછળ નહી રહે 8 પેટા ચૂંટણી આવવા માટે ભાજપ જવાબદાર ભાજપને મત એટલે બેરોજગારી, ભ્રસ્ટાચાર ને મત ગુજરાતની તમામ 8 બેઠકો કોંગ્રેસ જીતશે કોરોના વખતે રાહુલ ગાંધીએ અગાહ કર્યા પણ તે સમયે નમસ્તે ટ્રમ્પમાં વ્યસ્ત રહ્યા એ સમયે મધ્યપ્રદેશન સરકાર પાડવામાં વ્યસ્ત રહ્યા.


‘મારો પતિ ઘરે નથી..’ કહીને પત્ની પુરુષોને બોલાવતી, અને પછી....


પરેશ ધાનાણીએ કહ્યું લોકડાઉનના કારણે પ્રજા પાયમાલ થઇ...
પરેશ ધાનાણીએ રેલીને સંબોધન કરતાં કહ્યુ કે મને ગર્વ છે કે ગુજરાતી છુ એ ગુજરાત નો વતની જેના પનોતા પત્ર ગાંધીએ અંગ્રેજો સામે લડત ચલાવી દેશને આઝાદી અપાવી સરદાર પટેલે દેશી રજવાડા એકત્ર કરી દેશને અખંડ બનાવ્યો બે ગુજરાતીઓએ દેશને આઝાદ કરાવ્યો આજે બે ગુજરાતી દેશે ગુલામ બનાવવા બેઠા છે રાજ્યમાં ૨૫ વર્ષથી ભાજપની સરકાર જોઇ રહેલા યુવાનો આજે સવાલ પુછી રહ્યા છે કે ગુજરાતને નબળું કોને પાડ્યું ગુજરાતમાં આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે ફી ભરવા માટે પુરતી રકમ નથી વેપારીઓએ દિવસ દરમિયાન ધંધામાં બોની થતી નથી ખેડૂત ને પોષણક્ષમ ભાવ મળતો નથી તેને પાક વીમો મળતો નથી આજે સંગીરાઓની આબરૂ કોણ લુટી રહ્યું છે નલિયાની નિરભયાને ન્યાય ન મળ્યો એટલે હાથરસની ઘટના બની નોટબંધી ના નાટકે દેશમાંથી લોહી રૂપી લોહી ચુસી લીધું મહામારીમાં સરકાર સહાય કરે ખેડૂત વિદ્યાર્થી અને રાજ્યના પરિવારોને લોન આપી સહાય કરે સરકાર આપવામાં નહી ખીસ્સા ખંખેરવામાં છે સહાય ન આપે તો કંઇ વાંધો નહી પણ લોકોના ખીસ્સા ખંખેરવાનું બંધ કરે મુખ્ય મંત્રી અને પ્રધાન મંત્રી માઘા કરોડોના વિમાન ખરીદી શકે છે મહામારીના કાળમાં હાવામાં ઉડવાથી નહી ચાલે વૈશ્વિક મહામારીમાં રાજ્યસભાની ચુંટણી કેમ જીતાય એ કામે લાગ્યા સામાન્ય માણસને જરૂરીયાત પડી ત્યારે સરકારે મોઢું ફેરવ્યું છે આવતી ચુંટણીમાં આઠેય બેઠક પર કોગ્રેસ ને વિજય અપાવશે સંપુર્ણ ફી માફ કરો કે ભાજપનો જડમૂળથી નાશ કરો ખેડૂતના સંપુર્ણ દેવા માફ કરો કે ભાજપાને જડમૂળ થી નાશ કરો ફી આંદોલન અંગે પરેશ ધાનાણી નું નિવેદન એક બીપીએલ નેતાએ ફી માફી માટે અવાજ ઉઠાવ્યો તો પોલીસે તેના કપડા ફાડી નાંખ્યા જ્યારે તે પોલીસ કર્મી ઘરે ગયો ત્યારે તેના સંતાનોએ સવાલ કર્યો કે પરેશ ધાનાણી અને અમિત ચાવડા અમારી ફી માફ કરાવવા આંદોલન કરે છે તો તમે એમને શા માટે પકડો છો ભાજપે ભગવાનને જેલમાં પુર્યા અને જેલના ગુંડાઓ બજારમાં ખુલ્લા ફરી રહ્યા છે.


ત્રણ પિતરાઈ ભાઈએ મળીને સગીર બહેનને પીંખી નાંખી, ત્રણેયની ઉંમર 14, 13 અને 10 વર્ષ


હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે કહ્યુ કે ગુજરાતમાં સૌથી મોટી ચિંતા આપણા યુવાઓની છે ગુજરાતમાં 55 લાખ યુવાઓ બેરોજગાર છે વાઇબ્રન્ટ સમિટમાં 80 હજાર કરોડના એમઓયુ થયા આમ છતાં આતમભાર નોકરીઓ યુવાઓને નથી મળી સરકારી ભારતીઓમાં ભ્રસ્ટાચાર થાય છે કોંગ્રેસની સરકાર બનશે ત્યારે એકપણ યુવાન બેરોજગાર નહિ રહે ગુજરાતની કંપનીઓમાં સ્થાનિકોને નોકરી નથી મળતી સરકાર નોકરીઓ છેલ્લા 2 વર્ષથી પછી ઠેલાઇ રહી છે કોંગ્રેસ યુવાઓને આહવાન કરે છે કે તમારા સપનાઓને ચકનાચૂર કરનારના પાયા હચમચાવી નાખો યુવાઓ ગાંધી, સરદાર ને માને છે, બદલાયેલા સમયમાં યુવાઓએ ભગતસિંહ પણ બનવું પડશે યુવાઓ એ આ સરકારને ગાંધીનગરમાં જાઇ જવાબ આપવાની જરૂર છે 3 હજાર તલાટી ની જગ્યા માટે 15 લાખ યુવાઓ જોડાય છે ખોટા જીઆર કરી સરકાર ભાગલા પાડવાનું કામ કરે છે ગુજરાતમાં નોકરી ના હોય તો યુવાઓને છોકરીઓ નથી મળતી 13 વર્ષથી ગુજરાતમાં વાઇબ્રન્ટ ના નામે ધતિંગ થાય છે યુવાઓ સરકાર સામે બોલે તો એમને જેલમાં ધકેલી દેવામાં આવે છે પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાકાત બતાવો અને ભાજપના નેતાઓને ઘુસવા ના દો છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 90 લાખ લોકોની નોકરીઓ ગઈ 2022 માં કોંગ્રેસની સરકાર બનશે  યુવાઓ આવો અને કોંગ્રેસમાં જોડાવો યુવાઓ ને આહવાન કરું છું કે ગામમાં બોર્ડ મારો કે ભાજપ વાળા ગામમાં ના ઘૂસે બોર્ડ મારો કે ગામમાં 144 લાગેલી છે, નોકરી ના પી શકતા હોવ તો ભાજપ વાળા ગામમાં ના આવો હાર્દીક સરકાર પર સવાલ ઉભો કર્યો એવું તો નથી કે સરકાર પાસે રૂપિયા પુરા થઇ ગયા છે રૂપિયા ના હોવાથી નોકરીઓ નથી અપાઈ રહી ?


રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાશે


કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓનાં કારણે વેપારીઓને દેવાળુ ફુંકવાની સ્થિતી...
ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે આર્થીક નિતીઓ  પર સરકાર પર વાર કર્યો અને કહ્યુ કે કોરોનાની મહામારીને કારણે જોહેરસભા શક્ય ન હોવાથી રાજ્યની સ્થિતિ લોકા સમક્ષ મુકવા માટે વર્ચ્યુઅલ રેલી કરવી પડી કોરોનાની મારામારીમાં જે સક્ષમ પગલાં લેવા જોઇંએ એ પગલાં સરકાર લઇ શકી નહી આયોજન વિનાનું લોકડાઉન ઠોકી બેસાડવામાં આવ્યું આજે પણ કેસ દિવસોને દિવસે વધી રહેલા છે દેશના અર્થતંત્ર પર બહુ મોટો  ઘા થયો ભારતનું અર્થતંત્ર ખુબ ખરાબ પરિશિચિ માંખી પસાર થઇ રહેયું છે સરકાર માત્ર ભાષણ આપ છે દેશના ચોકીદાર બનવાની વાત કરવા વાળા જ્યારથી દેશના વડા પ્રધાન બન્યા ત્યારથી સરકારી તીજોરી ના તળિયા સાફ થઇ ગયા છે દેશના લોકો પાસે રાશન નથી માત્ર ભાષણ સાંભળી પેટ ભરવું પડે છે દેશના લોકો માટે મોટા પેકેજ ની જાહેરાત  થઇ પણ કોઇને સહાય અપાઇ નથી દુનિયાનો એક માત્ર દેશ ભારત કે જેને લોકોને સહાય કરવાના બદલે લોન આપવાની વાત કરી વધારે ને વધારે લોન લેવાતાં વ્યાજનો દર વધવા લાગ્યો છે રાહત આપવાન બદલે સરકાર માત્ર સ્લોગન આપવું કામ કરે છે ચાઇના થી ઉદ્યોગને ભારત ખેંચી લાવવાની વાત કરે છે પણ તેમાં નિતિગત નિર્ણયો લેવાતા નથી આ કપરા પરિસ્થિતિમાં પણ સંસદમાં લોકશાહી મૂલ્યોને નેવે મુકી કૃષી વિધાયકો પસાર કરાયા ભાજપા સારા સુત્રો પાછળ દોરવાના બદલે આપણે  આપણું હિત વિચારવાની જરૂર છે આજે ક્રાંતિની તાકાત ઉભી કરવાની છે.


નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ


કંગનાને Y કેટેગરીની સુરક્ષા પણ દલિતો માટે કોઇ વ્યવસ્થા નહી...
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રેલીને સંબોધતાં કહ્યુ કે શૈલેષ પરમારનુ નિવેદન ભાજપની સરકાર ફિલ્મ અભિનેત્રી કંગના રાનાવત ને વાય કેટેગરી ની સુરક્ષા આપે છે જ્યારે કોઇ દલિતની દિકરી લુંટાય તો તેની યોગ્ય રક્ષણ કે યોગ્ય તપાસ પણ ભાજપની સરકાર કરી શકતી નથી રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં  કોગ્રેસનો વિજય થવાનો શૈલેષ પરમારે દાવો કર્યો.


મોટી જાહેરાત : નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારોની ઉજવણી માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન


આપણા PM પ્રધાનમંત્રી નહી પરંતુ પરિધાનમંત્રી બની ચુક્યા છે
સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇએ કહ્યુ કે લોકો આજે મોદીને પ્રધાન મંત્રી નહી પણ પરિંધાન મંત્રી કહેછે ભાજપ નો ભ્રષ્ટ્રાચાર આજે છતો થાય છે આનંદીબેને મુખ્યમંત્રી હતા ત્યારે સ્વીકાર્યું હતું કે ભાજપના કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે વિજય રૂપાણીએ કહેલુ કે ભ્રષ્ટાચાર શિષ્ટ્રાચાર બની ગયો છે ભાજપ પોતાના કાળા નાણાંને ધોળા કરવા માટે દેશના માથે નોટબંધી ઠોકી બેસાડી ભાજપ એવું કયુ કાર્ય કરે છે જેથી તેમના ગરીબ કાર્યકરો રાતો રાત અમીર બની જાય છે ભાજપાન નેતાએ વંદે માતરમ બોલી જમીન કાપણનુ કામ કરે છે ભાજપ જાણી જોઇને ખાડા કરે છે જેથી ખાડામાં કાદવ થાય અને કાદવમાં કમળ ખીલે કમલ લક્ષ્મીનું પ્રતિક કહેવાય છે ભાજપ લક્ષ્મી ઘરે લઇ જાય છે અને કાદવ પ્રજા માટે છોડી દે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube