ત્રણ પિતરાઈ ભાઈએ મળીને સગીર બહેનને પીંખી નાંખી, ત્રણેયની ઉંમર 14, 13 અને 10 વર્ષ

ત્રણ પિતરાઈ ભાઈએ મળીને સગીર બહેનને પીંખી નાંખી, ત્રણેયની ઉંમર 14, 13 અને 10 વર્ષ
  • નવસારીના ખેરગામ તાલુકામાં એક જ દિવસમાં બળાત્કારની બે ઘટના સામે આવી
  • 12 વર્ષની બાળકીને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ભાંડો બહાર ફૂટ્યો હતો, તેમજ પિતરાઈ ભાઈઓની કરતૂત પણ સામે આવી

સ્નેહલ પટેલ/નવસારી :ગુજરાતમાં પણ હવે બહેન-દીકરીઓ સલામત નથી. છેલ્લા કેટલાક દિવસથી બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ઘોર કળિયુગ દર્શાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીમાં પિતરાઈ ભાઈઓએ મળીને બહેનને પીંખી નાખી છે. દુષ્કર્મ આચરનાર ત્રણેય સગીર હોવાનું સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા. બહેન સાથે ગેંગરેપ (gangrape) કરનાર પારિવારિક સભ્યો જ છે. દુષ્કર્મ કરનાર ત્રણ આરોપીઓની ઉંમર 14,13,10 વર્ષની છે. જ્યારે કે બાળકીની ઉંમર માત્ર 12 વર્ષની છે. ત્યારે ખેરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને 3 માસનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. 

આ પણ વાંચો : નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ

ઘરમાં એકલતાનો લાભ લઈ આચર્યું દુષ્કર્મ
નવસારીના ખેરગામ તાલુકામાં એક જ દિવસમાં બળાત્કારની બે ઘટના સામે આવી છે. 12 વર્ષની બાળકીને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ભાંડો બહાર ફૂટ્યો હતો, તેમજ પિતરાઈ ભાઈઓની કરતૂત પણ સામે આવી છે. બાળકીને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. લોકડાઉન દરમિયાન પિતરાઈ ભાઈઓ સગીર બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે ઘરમાં એકલતાનો લાભ લઈને તેઓએ બાળકીને પીંખી હતી.

આ પણ વાંચો : નવરાત્રિથી દિવાળી.. લગ્નથી મરણ સુધીના પ્રસંગો કેવી રીતે ઉજવવા તેની સરકારે આપી ગાઈડલાઈન

માતાએ ચેકઅપ કરતા ભાંડો ફૂટ્યો 
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરગામમાં 12 વર્ષની બાળકી તેના માતાપિતા અને ભાઈ-બહેન સાથે રહે છે. તેના પિતા વલસાડમાં એક ઘડિયાળની દુકાનમાં નોકરી કરે છે. તેમજ માતા મજૂરી કામ માટે જાય છે. આવામાં બાળકી તેના ભાઈઓ સાથે ઘરમાં એકલી રહેતી હતી. એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેણે વિરોધ કરતા તેની મારી નાંખવાની ધમકી  આપી હતી. બાદમાં તેની માતાએ દીકરીનું ચેકઅપ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારે માતાપિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે, અને પોતાની દીકરી સાથે આવુ કૃત્ય કરનારા સગીર ભાઈઓને સજા કરવાની માંગ કરી છે. 

બાળકી ત્રણ માસનો ગર્ભ રહી ગયાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. હવે તેમની બાળકીના ભવિષ્યનું શુ થશે તેવી ચિંતા તેઓને સતાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news