રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટનો ખતરો વધ્યો છે. જામનગરમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કેસ નોંધાયા બાદ હવે વિદેશમાંથી આવતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. યુકેથી વડોદરામાં આવેલું વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. જેના કારણે 25 બેડનો વોર્ડ ખાલી કરી બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રખાયા છે. હાઈરિસ્ક કન્ટ્રીમાં ગણાતા યુકેથી વડોદરા પરત ફરેલા વૃદ્ધ દંપતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલમાં આ વૃદ્ધ દંપતી ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી તરીકે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંપતીને એરપોર્ટથી સીધું જ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયું છે. દંપતી પર નજર રાખવા હોસ્પિટલના રૂમની અંદર કેમેરા મુકાયા છે. બહારથી તેમનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. હવે વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોન વેરીયેન્ટ છે કે નહિ તેના માટે બંનેના સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા છે. ઇંગ્લેન્ડમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


હવે કોઈ હિસાબે બચી નહી શકો! તંત્રએ લીધો એવો નિર્ણય કે તમે ગમે તે કરો રસી લેવી જ પડશે...


આ વિશે મળતી માહિતી પ્રમાણે, યુકે રહેતા કુટુંબીજનોને મળીને વડોદરાનું વૃદ્ધ દંપતી વતન પરત ફર્યું હતું. 4 ડિસેમ્બરે દંપતી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તમનો આરટી પીસીઆર ટેસ્ટ કરાયો હતો. જેમાં પતિનો રિપોર્ટ પોઝિટીવ અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ પતિને ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી ગણીને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીએ વડોદરા મ્યુનિ.ને જાણ કરી હતી. 


યુકેથી આવેલા વૃદ્ધ દંપતીને અમદાવાદ એરપોર્ટથી એમ્બ્યુલન્સ મારફતે વડોદરા રવાના કરાયા હતા. તે જ દિવસે સાંજે દંપતીને એક ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યાં પત્નીનો આજે આરટીપીસીઆર ટેસ્ટ કરાતા તે પોઝિટીવ આવ્યો હતો. જેથી તેમના સેમ્પલ લઈને આરોગ્ય વિભાગે ગાંધીનગર ખાતેની ઓમિક્રોન ટેસ્ટિંગ માટેની લેબોરેટરીમાં મોકલી આપ્યું છે. જેનો રિપોર્ટ આજે કે પરમ દિવસે આવવાની શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube