નિલેશ જોશી/દમણ: ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એવા સમયે ગુજરાત હાઇકોર્ટે દમણના વાઈન શોપ સંચાલકોના હિતમાં આપેલો એક ચુકાદોને કારણે દમણના વાઈન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છે. દારૂની છૂટ ધરાવતા દમણ માંથી દમણના લાયસન્સ ધારક કોઈ વાઈન શોપમાંથી દારૂ લઈ અને ગુજરાતમાં કોઈ આરોપીઓ પકડાય તો વાઇન શોપ સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકાય તેવો ચકાદો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ ખેલાડીને આપવામાં આવી સકે છે કમાન?


આથી વાઇન શોપ સંચાલકોમાં ઉત્સાહ છે.મહત્વપૂર્ણ છે કે સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર દારૂની છૂટ ધરાવે છે. દમણમાં નાના-મોટા 150 થી વધુ લાઇસન્સ ધારક વાઇન શોપ અને બાર આવેલા છે. જેમાં સરકારના નીતિ નિયમ મુજબ અને નિયમોના પાલન કરી દારૂનું વેચાણ કરવામાં આવે છે. જો કે ક્યારેક દમણના આ લાયસન્સ ધારક વાઇન શોપ કે બારમાંથી દારૂ લઈ અને કેટલાક લોકો ગુજરાતની હદમાં પ્રવેશે છે. 


એક તરફી પ્રેમમાં અંધ શિક્ષિકે શિક્ષિકાને ફૂલ અને ચિઠ્ઠી આપી, પછી કરી એવી માંગણી કે..


આથી ગુજરાત પોલીસના હાથે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા લોકો વિરુદ્ધ તો કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ સાથે દમણના જે વાઇન શોપમાંથી દારૂનો જથ્થો લીધો હોય તેવા વાઇન શોપના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવતી હતી. અને તેમને પણ આરોપીઓ બનાવવામાં આવતા હતા. આથી દમણના વાઈન શોપ સંચાલકોમાં નારાજગી હતી. 


વિધિના બહાને દુષ્કર્મ! વિધિનો ડોળ કરી મહિલાને નિર્વસ્ત્ર કરી, પછી શરીરસુખ માણ્યું!


આ મામલે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરતા કોર્ટે આપેલા ચુકાદામાં મુજબ હવેથી દમણના લાઇસન્સ ધારક વાઇન શોપ માંથી દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે તો કાર્યવાહી કરી શકાશે. પરંતુ જે જગ્યાએથી દારૂનો જથ્થો લીધો હોય તેવા સંચાલન સંચાલકો ને આરોપીઓ નહિ બનાવી શકાય આવા જજમેન્ટ ને કારણે દમણના વાઈન શોપ સંચાલકોમાં ઉત્સાહ છે અને કોર્ટના ચુકાદાને આવકારી રહ્યા છે.


ગુજરાતી છો અને આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ડુબી મરો.. માર્ચ 2024 સુધીનો સમય છે હજી