ઉદય રંજન/અમદાવાદ: આર્થિક સંકળામણ સામાન્ય માણસને ગુનાખોરી તરફ પ્રેરિત કરતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. શાહીબાગ વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધાના ઘરમાં ધુસીને એક મહિલાએ સોનાની બંગડીની લૂંટ કરી હતી, જે મામલે આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે? જાણો આગામી 5 દિવસ ક્યા કેવો રહેશે વરસાદ


શાહીબાગ પોલીસની ગીરફ્તમાં દેખાતી આ મહિલાનું નામ લીલાબેન ભીલ છે. આ મહિલા આમ તો ઘરઘાટી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે તેણે એક લૂંટ જેવા મોટા ગુનાને અંજામ આપ્યો હોવાથી તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. ગત 10 જૂનના રોજ શાહીબાગમાં આવેલા સંતવિહાર ટાવરમા રાધાબેન જગનાની નામનાં વૃદ્ધા ઘરમાં હાજર હતા ત્યારે બપોરના સમયે આ મહિલાએ મોઢે બુકાની બાંધી ને ઘરમાં પ્રવેશી ચપ્પુની અણીયે તેઓના હાથમાં રહેલી દોઢ લાખની કિંમતની સોનાની બંગડીની લૂંટ ચલાવી હતી. 


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ મહત્વની જાહેરાત; હવે ધોરણ. 11માં પ્રવેશ લેવો હશે તો.


આરોપી મહિલાએ પહેલા ઘરમાં પ્રવેશ કર્યો અને વૃદ્ધા પાસે રહેલી બંગડી પડાવવાનો પ્રયાસ કર્યો જે ઝપાઝપીમાં વૃદ્ધાને હાથમાં ચપ્પુ વાગી પણ ગયો હતો. આ ઘટના બાદ આરોપી મહિલા ફરાર થઈ ગઈ હતી અને વૃદ્ધાએ પરિવારના સભ્યોને જાણ કરતા આ મામલે શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટીમો બનાવી અંતે મહિલાને શાહીબાગ પાસેથી જ ઝડપી પાડી હતી. 


ગુજરાતમાં બંધ થયેલા ગેમઝોન ક્યારે ખૂલશે? નવા નિયમો જાહેર, વાંધા-સૂચનો અહીં મેઈલ કરો


આ મામલે મહિલાની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે તે થોડા મહિનાઓ અગાઉ આ જ ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી હતી. થોડા સમય બાદ તેણે કામ પર આવાનું બંધ કરી નાખ્યું હતુ. જોકે તેને વીસીના 30 હજાર રૂપિયા ભરવા હોય અને પોતાની પાસે આટલા પૈસા ન હોવાથી તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. તે આ ઘરમાં કામ કરી ચુકેલી હોવાથી તેને ઘરના સભ્યો અને તમામ બાબતોની જાણકારી હોવાથી આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. હાલ તો પોલીસે મહિલાની ધરપકડ કરી લૂંટમાં ગયેલા દાગીના રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.