ચિરાગ જોશી/વડોદરા: ચાર દિવસ પૂર્વે વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં આવેલ સીમમાં એક 48 વર્ષીય મહિલાને મૃતદેહ ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ જિલ્લા એલસીબી, એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી. એટલું જ નહીં મૃતક મહિલાને જોતા સ્પષ્ટ પણે લાગતું હતું કે અજાણ્યા ઇસમો દ્વારા આ મહિલાની હત્યા કરી મોતને ઘાટ ઉતારવામાં આવી છે. જેને લઇ અલગ અલગ ટીમો બનાવી ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 7 સ્થળોએ મકાનોના વધી જશે રાતોરાત ભાવ! વિદેશી પણ ભૂલા પડે તેવા બનશે આઈકોનિક રોડ


જે દરમિયાન કેટલાક શકમંદોને લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મૃતક મહિલાનો દિયર કિરણ સનાભાઇ વસાવા ઉપર પોલીસને શક પડી ગયો હતો. જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરતા આખરે કબુલાત કરવામાં આવી હતી કે હું નહીં પરંતુ અન્ય મારા ત્રણ મિત્રો તારીખ 31 ઓગસ્ટના રોજ આવ્યા હતા અને મૃતક મહિલા ઉપર ચારેય મિત્રોએ દુષ્કર્મ આચાર્યું હતું અને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.


શું ગુજરાત પર આવી રહી છે કોઈ મોટી આફત? કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો?


શું હતો આખો પ્લાન
સમગ્ર મામલે પોલીસે ચારેય નરાધમ લોકોની ધરપકડ કરી હતી. જે દરમિયાન મૃતક મહિલાના દિયરે ખુલાસો કર્યો હતો કે છેલ્લા ઘણા સમયથી લાગતું હતું કે મારા ભાભી ના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોય જે શંકા મારા મનમાં ઘર કરી ગઈ હતી. જેથી મને લાગ્યું કે મારા ભાભી અન્ય વ્યક્તિ જોડે સંબંધ બનાવે તો મારા જોડે કેમ ન બનાવી શકે, તેમ જ થોડા દિવસ પૂર્વે જ મને મારા ભાભી સાથે અણ બનાવ બન્યો હતો.


આ આગાહીથી લોકો ચિંતામાં! 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે


જેના કારણે 31 ઓગસ્ટના રોજ હું અને મારા મિત્રો સિનોર પંથકમાં આવેલ કૃષ્ણેશ્વર મહાદેવ ખાતે રહેતા મારા ભાભીના ત્યાં પતરા ઉપર ચઢીને આવ્યા હતા. તેમજ અંદર ઉતરી દરવાજો બંધ કરી દીધો હતો. જ્યાં આખા બનાવને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં સામુહિક રીતે અમે ચાર લોકોએ ભાભી ઉપર દુષ્કર્મ આચાર્ય હતો ત્યારબાદ પાણી પીવાના બહાને મારા ભાભી ત્યાંથી ભાગી ગયા હતા. જ્યાં અમને શક પડ્યો હતો કે તેઓ કોઈને કહી દેશે. 


લાંચ વગર ઉદ્ધાર નથી! ગુજરાતના ટોપ 3 અધિકારીઓ ACBની ઝપેટમાં, આ રીતે નાબૂદ થશે ભ્રષ્ટા


જેથી અમે તેમની પાછળ દોડી આવ્યા હતા. જ્યાં સીમમાં આવેલ એક ઝાડ પાસે ફરી વખત અમે લોકોએ તેઓ ઉપર દુષ્કર્મ આચાર્યું હતું અને તેઓને નીરવસ્ત્ર કરી તેઓના જ કપડાથી ગળાના ભાગે ટુંપો દઈ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ કોઈને શક ના પડે તે માટે તેઓના કપડાથી જ ગળાના ભાગે બાંધી તેમને લટકાવીને ભાગી ગયા હતા. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા પ્રવીણ સના વસાવા, કિરણ સના વસાવા ગંગારામ વસાવા અને ચુનીલાલ વસાવા આમ કુલ મળીને ચાર આરોપીની ધરપકડ કરી સાથે જ રેપ વીથ મર્ડરની કલમોના આધારે તમામ નરાધમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી યાદ કરી છે.