ગુજરાતમાં અદ્દભુત ખગોળીય ઘટના! રાત્રે આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાત્રીએ આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. ગઈ કાલે રાત્રીના સમયે સ્ટાર લાઈન દોડતી જોવા મળી હતી. ખેડબ્રહ્માના નગરવાસીઓ નજારો નિહાળી કેમેરામાં કેદ કર્યો. થોડા સમય પહેલા હિંમતનગર,તલોદ અને પ્રાંતિજમાં જોવા મળી હતો.
ઝી બ્યુરો/સાબરકાંઠા: આપણે સૌ જાણીએ છીએ કે આપણા બ્રહ્માંડમાં અવિચળ સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો ફરે છે, આ ગ્રહોને વળી પાછા પોતાના ઉપગ્રહો છે. અવકાશમાં એવી દરરોજ ખગોળીય ઘટના બને છે. આવી ખગોળીય ઘટનાઓ આપણને વિવિધ સવાલો તરફ દોરી જાય છે, જેના તરફ આપણા રોજિંદા જીવનમાં આપણે પૂરતું ધ્યાન આપતા નથી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ગઈકાલે (મંગળવાર) રાત્રે આકાશમાં અદ્ભુત સ્ટાર લાઈનની હારમાળા દેખાઈ છે. જેને નગરવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના;ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના મોત
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં મંગળવાર રાત્રે આકાશમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ગઈ કાલે રાત્રીના સમયે આકાશમાં સ્ટાર લાઈન દોડતી જોવા મળી હતી. ખેડબ્રહ્માના નગરવાસીઓએ નજારો નિહાળી આકાશમાં સ્ટાર લાઈન કેમેરામાં કેદ કરી હતી. થોડા સમય પહેલા હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. ખગોળીય ઘટના થોડા મહિના પહેલા જોવા મળી હતી.
શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો; 15 દિવસ પહેલાં નોકરીએ ચઢેલા શિક્ષકે પોત પ્રકાશ્યું!
ગરમી વચ્ચે વાવાઝોડું અને ત્યાર બાદ આકાશમાં મંગળવારે રાત્રિએ થોડોક સમય એક નહીં બે નહિ પરંતુ સ્ટારની લાઈન જોવા મળી હતી. આ અદ્ભુત નજારો નગરવાસીઓ નિહાળ્યો હતો અને પોતાના કેમેરામાં કેદ પણ કર્યો હતો. ગઈકાલે રાત્રિએ આકાશમાં આ લાઈટની હારમાળાનો નજરો જોવા મળ્યો હતો.
ઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યો મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણી