નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના કરૂણ મોત

મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. મચ્છી નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે. ઘરેથી સ્વિમિંગ પૂલમાં નાહવાનું કહીને 7 યુવાનો મોરબીની મચ્છુ નદીમાં ફરવા નીકળ્યા હતા. 

નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના કરૂણ મોત

ઝી બ્યુરો/મોરબી: પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર નહાવા પડ્યો હતો. જેમાંથી સાત લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમની શોધખોળ હજુ પણ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા બાદ હવે મોરબીમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મોરબીની મચ્છુ નદીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. જેમાંથી ત્રણ યુવક પાણીમાં ડૂબતા શોધખોળ હાથ ધરાઈ છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નદીમાં ડૂબવાથી મોતની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે લોકો હિલસ્ટેશનો કે નદીમાં નહાવા માટે જતા હોય છે, ત્યારે પોઈચા પાસે આવેલી નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા માટે સાત મિત્રો ગયા હતા દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે બે કૌટુંબિક ભાઈ અને ભાણેજને શોધવા માટેની કવાયત ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જોકે લગભગ પાંચેક કલાક ઉપર સમય થયો છે તેમ છતાં પણ પાણીમાં ડૂબેલા વ્યક્તિઓનો પતો હજુ સુધી લાગેલ નથી જેથી રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી છે તે ઉપરાંત હળવદના તરવૈયાઓની ટીમને પણ બોલાવવામાં આવી છે. 

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના પાંચ તરુણ અને તેની સાથે અન્ય બે આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ સ્વિમિંગ પૂલમાં જવાના બદલે મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડ્યું છે. જેથી કરીને પાણીની આવક હોય ત્યાં નાહવા માટે તે પહોંચ્યા હતા. ત્યારે પરમાર ચિરાગ તેજાભાઈ ઉંમર વર્ષ 20 નામનો યુવાન પાણીમાં પડતાની સાથે જ તે તણાવવા લાગ્યો હતો. જેથી કરીને તેને બચાવવા માટે થઈને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ ઉંમર વર્ષ 16 નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ ઉંમર 17 નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને આ ત્રણેય ને શોધવા માટે થઈને મોરબી નગરપાલિકાની ટીમ બપોરના 12:30 વાગ્યાથી મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે. 

પરંતુ સાડા ચાર વાગ્યા સુધી હજુ સુધી પાણીમાં ડૂબેલા ત્રણમાંથી એક પણ વ્યક્તિનો પતો લાગે નથી વધુમાં મોરબીના પ્રાંત અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી ઉપરાંત રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે તેની સાથોસાથ હળવદના તરવૈયાઓને પણ રેસ્ક્યૂની કામગીરી માટે બોલાવવામાં આવી છે અને વેલમ વહેલી તકે પાણીમાં ડૂબેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે થઈને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તેવું જણાવ્યું છે

ઉલ્લેખનીય છે કે, નર્મદા નદીમાં 8 એક જ પરિવારના 8 લોકોના ડૂબી જવાની ઘટના બની હતી. સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદી પાસે આવેલ પોઈચામાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ થયા છે. હજી એકનો જ બચાવ થયો છે. ડુબેલા લોકોને બચાવવા માટે NDRF ની મદદ લેવાઈ રહી છે. હાલ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા પહોંચીને રેસ્ક્યુ કાર્યવાહીમાં પોતાનાથી શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. 

નર્મદા નદીમાં ડૂબતા લોકોનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવાયો હતો. ત્યારે ડૂબતા લોકોની ચીચીયારીઓ અને સ્થાનિક તરવૈયાનો વીડિયોમાં બચાવતા નજરે પડ્યા છે. ચાંદોદના તરવૈયા બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો વડોદરા ફાયર ફાઈટરની ટીમ પોઇચા માટે રવાના થઈ છે. આ દરમિયાન એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પટમાં રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે નહાવા જતા લોકો ખાડામાં પડીને ડૂબી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news