ઉદય રંજન/અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ નજીકથી યુવકના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જોકે આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે મૃતકની પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. મૃતકની પત્નીએ કોફીમાં ઉઘની દવા પીવડાવીને ગળું દબાવીને યુવકની કરી હત્યા કરી હતી, કારણ કે પતિ પત્નીના પ્રેમ સંબંધ અંગે જાણી જતા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શ્રી રામ: ગુજરાતને 1200 કરોડનો બુસ્ટર ડોઝ, સર્વિસ સેક્ટરથી ફટાકડા ઉદ્યોગમા દિવાળી


સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટમાં નદીના કિનારે યુવકની હત્યા કરેલો મૃતદેહનો ભેદ દોઢ વર્ષ બાદ ઉકેલાયો છે. જે હત્યાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચે મૃતકની પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. મહિલા આરોપી સાફિયા ખાતુન ખાન અને અહમદ મુરાદ એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ હતાં કે ઉંમર કે લગ્ન ની પરવાહ કર્યા વગર 36 વર્ષની સોફિયાએ 23 વર્ષના પ્રેમી સાથે મળીને પોતાના પતિ મહેરબાન ખાનની હત્યા કરી નાંખી. 


અયોધ્યા માટે વિશેષ ટ્રેનો દોડશે! ગુજરાતમાંથી કેટલી છે, ક્યારે ઉપડશે, શું છે ભાડું?


ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પહેલાં સાફિયા અને અહેમદ વચ્ચેના પ્રેમ સંબંધની જાણ મહેરબાન ખાન ને થઈ હતી. જેથી પતિ પત્ની વચ્ચે અવારનવાર તકરાર થવા લાગી હતી. જેથી સોફિયાએ પોતાના પ્રેમી અહેમદ સાથે મળીને પતિનું હત્યાનું ષડયંત્ર રચ્યું અને હત્યા કર્યા બાદ મૃતદેહ રિવરફ્રન્ટ ઇસ્ટ નજીક નિકાલ કરીને પોતાના પતિની ગુમ થવાની ફરિયાદ પત્નીએ જાતે જ નોંધાવી. પરંતુ અજાણ્યા યુવકની હત્યા કેસની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા બંને આરોપીની ધરપકડ કરી છે. 


ઉત્તર ગુજરાતમા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો! લોકસભા પહેલા આ પાટીદાર નેતા કેસરીયો કરશે


મહત્વની બાબતો પોલીસ તપાસમાં એ પણ સામે આવી કે મૃતક મહેરબાન ખાન અને સાફિયાના 7 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. બંન્નેને કોઈ સંતાન ન હતું તેઓ મજુરી કરીને જીવન ગુજારતા હતા. મૂળ ઉત્તર પ્રદેશનું આ દંપતી દાણીલીમડા વિસ્તારમાં રહેતા જે દરમ્યાન પોણા બે વર્ષ પહેલાં પડોશમાં રહેતા અહેમદ મુરાદ સાથે સોફિયાની મિત્રતા થઈ અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. જેની જાણ મહેરબાન ખાનને થઈ જતા તેઓની વચ્ચે ઝઘડા શરૂ થયો. જેથી કંટાળીને સાફિયાએ પતિની હત્યાનું કાવતરું રચી કાઢ્યું. 


આ આગાહી સાચી થઈ તો....! કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાત માટે ફરી અંબાલાલના ભારે બોલ!


આ ષડયંત્ર મુજબ સાફિયા મેડિકલ સ્ટોરમાંથી ઉઘની દવા લઈને આવી અને કોફીમાં દવા ઉમેરીને પતિને પીવડાવી દીધી. જેથી પતિ બેભાન થઈ ગયો એટલે પ્રેમી સાથે મળીને રસીથી ગળું દબાવીને હત્યા કરી બાઈક પર મૃતદેહ લઈ ને જઈને રિવરફ્રન્ટ ઇસ્ટના કિનારે ફેંકી દીધો હતો. આ ઘટના બાદ સાફિયા એ પોતાના પતિની ગુમ થવાની ખોટી ફરિયાદ પણ નોંધાઇ હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં દોઢ વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે આરોપી ઓને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.