આ આગાહી સાચી સાબિત થઈ તો....! કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ફરી અંબાલાલ પટેલના ભારે બોલ!

Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે.

1/6
image

Ambalal Patel Forecast: આગામી સપ્તાહથી ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડી વધી છે. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં વધારો થશે. જેથી ઠંડી ઓછી થશે. હાલ ઉત્તર પ્રશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિના લીધે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

હિમવર્ષાનો રાઉન્ડ આવશે

2/6
image

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.   

જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે

3/6
image

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે

4/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.

આ તારીખે શિયાળો વિદાય લે તેવી શક્યતા

5/6
image

સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી હોય છે. આ વખતે વર્ષ 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચુ જતુ હોય છે તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચુ જાય તેવું લાગી રહ્યુ છે.

ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી

6/6
image

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.