* પાટણનો યુવા એન્જિનિયર ગૌસંવર્ધન થકી મહિને 70 હજારથી પણ વધુની કમાણી કરે છે
* યુવાન ઓર્ગેનિક ફાર્મિંગ અને ગૌમુત્ર અને છાણનો પણ કરે છે ખુબ જ સારો ઉપયોગ
* યુવાનો ફરી ગૌસંવર્ધન અને ગૌસંસ્કૃતી તરફ વળે તે માટે જાગૃતી જરૂરી હોવાનો મત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમલ ત્રિવેદી/પાટણ : શહેરમાં રહેતા યુવાને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી નોકરી નહીં પણ  ગીરગાયની પ્રજાતી બચાવવાની નેમ સાથે બે વર્ષ અગાઉ 4 ગીર ગાય લાવી ગૌ સંવર્ધન કેન્દ્ર શરૂ કર્યું હતું. આજે 44 થી પણ વધુ ગાયો તેમની પાસે છે, તેના સંવર્ધન થકી વાર્ષિક 9 લાખની આવક મેળવી રહ્યા છે, તો સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પણ વધારાની આવક મેળવે છે. તો ચાલો જોઈએ  આ યુવાન ગૌ સંવર્ધન વ્યવસાય કેવી રીતે કરે છે.


Gujarat Corona Update: 1181 નવા દર્દી, 1413 દર્દી સાજા થયા અને 09 લોકોનાં મોત


પાટણ શહેરમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી 35 વર્ષના યુવાન હરેશ ભાઈ પટેલે કોઈ સારી નોકરી ન કરી ગીરગાયના સંવર્ધનની નેમ સાથે હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે તેમની ખેતીની જમીન માં બે વર્ષ અગાઉ ચાર ગીરગાય લાવી ગૌ શાળા શરૂ કરી. આજે સંવર્ધન થકી  તેમની પાસે 44 થી વધુ ગીરગાય થવા પામી છે. જેના થકી વાર્ષિક 12 હજાર લીટર દૂધ મેળવે છે. તેઓ દૂધનું વેચાણ નથી કરતા પરંતુ તે માંથી શુદ્ધ ઘી બનાવી એક કિલોના રૂપિયા 1700 માં તેનું વેચાણ કરી આજે વાર્ષિક 8 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.


અમદાવાદમાં અનોખો લગ્ન પસંદગી મેળો, સંતાનોએ પોતાના માતા પિતા માટે શોધ્યું યોગ્ય પાત્ર


હરેશ ભાઈ પટેલ તેમની 30 વિઘા જમીનમાં ખેતી ઉપરાંત ગીરગાયનું સંવર્ધન પણ કરી રહ્યા છે. ગાયના છાણ અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી શાક ભાજી, ઘઉં, ઘાસની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી થકી તેઓ સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે, તેની પાછળનો ઉદ્દેશ ઝેર મુક્ત અને 100 ટકા શુદ્ધ આહાર મળી રહે તેવો છે. બોરતવાડા ગામે આવેલ 30 વિઘા જમીનમાં ખેતી સાથે ગૌ સંવર્ધનની નવી પહેલમાં હરેશ ભાઈના મોટાભાઈ પણ મદદરૂપ થઈ રહ્યા છે. તેઓએ પણ ગાયના છાણનો સદ્ઉપયોગ કરી કેમિકલ મુકત ધૂપ સલી બનાવવાનો પ્રયાસ કર્યો અને તે ખુબજ સફળ રહ્યો હતો. જેના કારણે તેઓ ધૂપ સળીના વ્યવસાય સાથે જોડાઈ ગયા અને વાર્ષિક 5 લાખની આવક મેળવી રહ્યા છે.


નવરાત્રીનું આયોજન રદ્દ રહેતા ગોધરાના અનેક મુસ્લિમ પરિવારોમાં શોકનો માહોલ


ગૌ શાળામાં હરેશ ભાઈ તેમજ તેમના ખભેથી ખભે મિલાવી ગૌ શાળામાં ગાયોની માવજત કરતા શૈલેષ ભાઈને પણ આ ગીરગાયની પ્રજાતીની સેવા માં ખુબજ આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. રોજ વહેલી સવારે નિત્ય ક્રમ મુજબ કામગીરી કરી રહ્યા છે અને રોજીરોટી મેળવી રહ્યા છે. હરેશ ભાઈએ ખૂબ જ મહેનત કરી સારુ શિક્ષણ મેળવ્યું ખરા પણ તેઓએ કોઈ સરકારી કે ખાનગી નોકરી ન કરી પોતાની જાતે સ્વનિર્ભર બન્યા છે. તેઓ ગીર ગાયના સંવર્ધનથી આજે સારી આવક મેળવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube